તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થળ પસંદગી:મ્યુ. પ્રા.શાળામાં ધો. 6થી 8માં ગણિત વિજ્ઞાનમાં 42 પૈકી એક જગ્યા ભરાઇ, ખાલી જગ્યામાં સિનિયર શિક્ષકોને સ્થળ પસંદગી અપાઇ

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમિતિના વધઘટ કેમ્પમાં કુલ 70 શિક્ષકોને પૈકી 68 શિક્ષકોને સ્થળ પસંદગી આપવામાં આવી

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની પ્રાથમિક શાળાઓમાં‌ શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વધ ઘટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ પ્રાથમિક એટલે ધોરણ 6થી 8માં ગણિત વિજ્ઞાનમાં કુલ 42 જગ્યાઓ સામે એક શિક્ષકને સ્થળ પસંદગી આપવામાં આવી હતી અને 41 જગ્યાઓ ખાલી રહી હતી. સમિતિના આજના શિક્ષકો માટેના વધ ઘટ કેમ્પમાં 70 પૈકી 68 શિક્ષકોને સ્થળ પસંદગી આપવામાં આવી હતી અને ભાષાના બે શિક્ષકોને પ્રાથમિક શિક્ષણ નિયામકના હવાલે મૂકવામાં આવ્યા હતા.

આ અંગે માહિતી આપતા શાસનાધિકારી યોગેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે જે શિક્ષકો માટેના વધ ઘટ કેમ્પ માં ધોરણ 1 થી 5માં કુલ 34 શિક્ષકોને સ્થળ પસંદગી આપવામાં આવી હતી જ્યારે ધોરણ 6થી 8 માં કુલ 22 શિક્ષકોમાંથી 20 શિક્ષકોને સ્થળ પસંદગી આપવામાં આવી હતી અને બે શિક્ષકોને નિયામકના હવાલે મૂકવામાં આવ્યા હતા.ધોરણ છ થી આઠમાં સામાજિક વિજ્ઞાનમાં કુલ 16 જગ્યા સામે 13 શિક્ષકોને સ્થળ પસંદગી આપવામાં આવી હતી અને ત્રણ જગ્યા ખાલી રહી હતી. આમ સમિતિના આજના વધઘટ કેમ્પમાં કુલ 70 શિક્ષકો પૈકી 68 શિક્ષકોને સ્થળ પસંદગી આપવામાં આવી હતી અને ભાષાના બે શિક્ષકોને પ્રાથમિક શિક્ષણ નિયામકનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં શાળામાં વધુ નક્કી કરવા માટે જે તે વિભાગમાં શિક્ષકની શાળામાં દાખલ તારીખના આધારે જુનિયર શિક્ષકને વધ ગણવામાં આવે છે. કેમ્પમાં ઘટવાળી જગ્યા સરભર કરવા માટે સૌપ્રથમ વોર્ડ કેળવણી શાળાના શિક્ષકોની વધ નક્કી કરી સિનીયોરીટી પ્રમાણે ખાલી જગ્યા પર સિનીયર શિક્ષકોને સ્થળ પસંદગી આપવામાં આવી હતી અને ત્યારબાદ વધવાળા તમામ શિક્ષકોનું સિનિયોરિટી લિસ્ટ બનાવીને જે તે વિભાગમાં ઘટવાળા શાળા પર સિનીયોરીટી પ્રમાણે પસંદગી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...