કેમ્પ:મ્યુ. કોર્પો. અને હેલ્થ સોસાયટીના ઉપક્રમે વિનામૂલ્યે નિદાન સર્જરી કેમ્પ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર મહાનગરપાલિકા અને ડિસ્ટ્રિકટ હેલ્થ સોસાયટી ભાવનગરનાં સહયોગ દ્વારા તથા જયદીપ હોસ્પિટલ, અમદાવાદની સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY ) અંતર્ગત શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર, રૂવાં ખાતે મફત નિદાન મફત સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY ) હેઠળ બાળકોની દરેક પ્રકારની સર્જરી, બાળકોની હાડકાની સર્જરી, બાળકોનો દાઝયા પછી રહી ગયેલ ખોડખાપણ વગેરે સર્જરીનું નિદાન તથા સારવાર કરવામાં આવશે. આ કેમ્પ તા.18 સપ્ટેમ્બરને શનિવારે શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર- રૂવા, જોગર્સ પાર્કની સામે, એરપોર્ટ રોડ, ભાવનગર ખાતે સવારે 10થી 12.30 કલાક દરમિયાન યોજાશે. કેમ્પમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( PMJAY ) કાર્ડ ધરાવતા લાભાર્થીઓ એ કાર્ડ સાથે લાવવાનું રહેશે.

આ કેમ્પમાં અમદાવાદના ડો.જયુલ કામદાર (નવજાત શિશુ અને બાળકોના સર્જન), ડો.નિશ્ચલ નાયક (કોસ્મેટીક અને પ્લાસ્ટિક સર્જન) ઉપસ્થિત રહી નિદાન કરીને સર્જરી કરવામાં આવશે. તો આ કેમ્પમાં જિલ્લાની સંબધિત બાળકોની સર્જરીને લગતી જરૂરિયાતવાળા તમામ જનતાને આ કેમ્પનો લાભ લેવા આરોગ્ય શાખા, મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર તથા જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જનતાને અનુરોધ કરવામાં આવે છે. વધુ માહિતી માટે મો.9428249982 પર સંપર્ક કરી શકાશે

અન્ય સમાચારો પણ છે...