તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ચિત્ર સ્પષ્ટ થશે:મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી જંગમાં 221 ઉમેદવારો મેદાનમાં, 192 ફોર્મ રદ

ભાવનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કામાં જ કોંગ્રેસને ફટકો સહન કરવો પડ્યો છે જેમાં શહેરમાં કુંભારવાડા વોર્ડના કોંગ્રેસના મહિલા ઉમેદવાર દક્ષાબા જયદેવસિંહ રાણાનું મેન્ટેડમાં અટક રાણાને બદલે ગોહિલ લખાઇ જતાં ફોર્મ રદ થતા કોંગ્રેસને મતદાન પૂર્વે જ ફટકો પડ્યો છે જ્યારે ભાજપને ફાયદો થયો છે.

આજે ફોર્મ ચકાસણીમાં ભાજપના તમામ 52 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે જ્યારે કોંગ્રેસના 51 ઉમેદવારના 51 ફોર્મ માન્ય રહ્યાં છે. અન્ય 109 અને અપક્ષના 9 મળી કુલ 221 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જો કે હજી આવતી કાલ તા.9 ફેબ્રુઆરીને મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાના દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. શહેરમાં 13 વોર્ડમાં 52 ઉમેદવારોની ચૂંટણી માટે ભરેલા ફોર્મની ચકાસણીનો આજે દિવસ હતો જેમાં ભારે રાજકીય ગરમાગરમી ત્યારે થઇ કે જ્યારે કુંભારવાડા વોર્ડના કોંગ્રેસના મહિલા ઉમેદવાર દક્ષાબા જયદેવસિંહ રાણાને પક્ષના મોવડી મંડળ દ્વારા અપાયેલા મેન્ટેડમાં અટક ખોટી લખાઇ ગયાનું ખુલ્યું હતુ.

પક્ષ તરફથી ચૂંટણી લડવા માટે જે વિધિવત પત્ર પાઠવાયેલો તેમાં તેમની અટક ગોહિલ લખાયેલી હતી જે ખોટી હોવાનું પૂરવાર થતા લાંબા માથાકૂટના અંતે તેઓનું ફોર્મ ચૂંટણી વિભાગે નિયમ મુજબ રદ કરતા કોંગ્રેસને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો હતો. હવે કુંભારવાડા વોર્ડની 4 બેઠકમાં કોંગ્રેસના એક ઉમેદવાર ઘટી જતાં ભાજપ ગેલમાં આવી ગયું છે. આજે ચૂંટણી વિભાગ દ્વારા તમામ ફોર્મની ચકાસણી કરાતા કુલ 493 ફોર્મ પૈકી 192 ફોર્મ યેનકેન કારણે રદ થયા હતા અને 256 ફોર્મ માન્ય રહેતા હવે ચૂંટણી માટે 221 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે.

હરિફાઇમાં રહેલા ઉમેદવારો

હરિફાઇમાં રહેલા ઉમેદવારો
વોર્ડ નં.ભાજપકોંગ્રેસઅન્યઅપક્ષ
01-ચિત્રા-ફુલસર-નારી44133
02-કુંભારવાડા43121
03-વડવા-બ44132
04-કરચલીયાપરા44110
05-ઉ.કૃષ્ણનગર-રૂવા44100
06-પીરછલ્લા4471
07-તખ્તેશ્વર4481
08-વડવા-અ4460
09-બોરતળાવ4451
10-કાળિયાબીડ4480
11-દક્ષિણ સરદારનગર4440
12-ઉત્તર સરદારનગર4470
13-ઘોઘા સર્કલ/અકવાડા4450
કુલ ઉમેદવારો52511099
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો