તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્યોગો:માઢીયા GIDCનું શમણું સાકાર થાય તો ભાવનગરમાં MSME ઉદ્યોગો ધમધમે

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના વાયરસની બાહુપાશમાં જકડાઇ ગયેલા ભારતની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે ત્યારે દેશને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે વડાપ્રધાન દ્વારા આત્મનિર્ભર ભારત યોજના તળે વીસ લાખ કરોડ રૂપિયા ભારતના અર્થતંત્રમાં ઠાલવવાની કરવામાં આવેલી ઘોષણા બાદ લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં થોડી આશાનો સંચાર થયો છે. 
 2300 હેક્ટર જમીન પર આ જીઆઇડીસી સ્થાપવા માટે સરકારમાં પ્રારંભિક વિચારણા થઈ હતી
ભાવનગરની ભાગોળે કુંભારવાડા- નારી રોડ ખાતે અને માઢીયા- વલભીપુર જીઆઇડીસીમા ઉદ્યોગકારોને પરવડે તેવી શરતો અને આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્લોટ ફાળવવામાં આવે તો ભાવનગરમાં નાના લઘુ અને મધ્યમ ઉદ્યોગો મોટી સંખ્યામાં આકાર લઇ શકે તેમ છે.તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગર શહેરમાં ગુજરાત ગૌરવ દિનની ઉજવણી દરમિયાન ભાવનગરમાં કેમિકલ ઝોન સ્થાપવાની ઘોષણા કરી હતી. પરંતુ કાળક્રમે આ કેમિકલ ઝોન સરકતો સરકતો ધોલેરા સર તરફ જતો રહ્યો છે. ભાવનગર શહેર માટે અતિ ઉપયોગી થઇ શકે તેવી માઢીયા વલભીપુરની જીઆઇડીસીની યોજના છે. 2300 હેક્ટર જમીન પર આ જીઆઇડીસી સ્થાપવા માટે સરકારમાં પ્રારંભિક વિચારણા થઈ હતી પરંતુ અભ્યારણ્યને કારણે ફાઇલ ડચકા ખાઇ રહી છે. અભિયારણ્ય અને સંલગ્ન જે કોઈ જમીન હોય તે છોડી અને બાકીની જમીન પર માળિયા વલભીપુરની જીઆઇડીસી તુરંત સ્થાપવામાં આવે તો ભાવનગર જિલ્લામાં પણ રાજકોટની જેમ નાના લઘુ અને મધ્યમ ઉદ્યોગો મોટી સંખ્યામાં પોતાના ઉત્પાદન કરી શકે તેમ છે. ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ ખાતે જીઆઇડીસીની ઘોષણા તો કરવામાં આવી હતી પરંતુ તેની જમીનનો ભાવ અકાલ્પનિક રીતે રાખવામાં આવતા ઉદ્યોગકારોઅે રસ દાખવવાનો માંડી વાળ્યું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો