ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ઉમેદવાર જીતુભાઇ વાઘાણીના સમર્થનમાં પ્રચાર માટે મધ્યપ્રદેશનાના મુખ્યપ્રધાન શિવરાજસિંહે ચૌહાણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી નિંદા છે તો કેજરીવાલ બબુલનું વૃક્ષના કાંટા છે. જ્યારે મોદીજી કલ્પવૃક્ષ છે. આટલા વર્ષમાં આ લોકો વિકાસ નથી કરી શક્યા તે હવે શું કરી શકે છે. શિવરાજસિંહે પોતાના ભાષણમાં ભોપાલના મામા અને ભાવનગરના મામા દીકરા-દીકરીઓના હોવાનું ગુજરાતીમાં જણાવીને ભાષણનો પ્રારંભ કર્યો હતો.
યુક્રેન યુદ્ધમાં વિદ્યાર્થીને લાવવામાં યુદ્ધ રોકાયું
ત્યારબાદ શિવરાજસિંહે કોંગ્રેસને 1947માં તોડવાનો આક્ષેપ કરીને હવે કોડવા નીકળ્યા હોવાનું કહી રાહુલ પર પ્રહાર કર્યો હતો. સુકેશ ઠગ કેસમાં પણ કેજરીવાલને મહાઠગ કહ્યા હતા. જીતુભાઇના ફ્લાય ઓવરના કામ, સૌની યોજનાનું કામ અને રાષ્ટ્ર કક્ષાએ થયેલા કામો વિશે જણાવાયું હતું. યુક્રેન યુદ્ધમાં વિદ્યાર્થીને લાવવામાં યુદ્ધ રોકાયું હોવાનું જણાવ્યું તો સાવરકર મુદ્દે પણ કહ્યું હતું કે સન્માનના કરી શકો તો અપમાન તો ના કરો. નેહરુએ દેશને એક જ અભ્યાસ કરાવ્યો છે કે દેશને આઝાદી કોંગ્રેસે અપાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.