તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ભાવનગરની મેડિકલ કોલેજનાં 150 તબીબી શિક્ષકોનું કાલથી આંદોલન

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો ન હોય લડતનો આરંભ

ગુજરાત રાજ્ય સરકાર હસ્તક ની તમામ સરકારી કૉલેજો ના વહીવટી પડતર પ્રશ્ર્નો ની અનેક વાર ની લેખિત – મૌખિક રજુઆતો છતાં છેલ્લાં ૯ વર્ષોથી પરિણામ આવ્યું નથી. આ બાબતે હજી સુધી કોઈ નિર્ણય ન લેવાતા ભાવનગર નાં અંદાજે 150 થી વધુ તબીબ શિક્ષકો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાળ પર ઉતરવાનાં છે. અત્યાર સુધી તબીબ શિક્ષકોને મળવા પાત્ર વહીવટ સેવાવિષયક લાભો માટે ધીરજ પૂર્વક ઘણા લાંબા સમય સુધી શક્ય તમામ પ્રયત્નો સાથે સકારાત્મક ઉકેલ ની અપેક્ષા સહ રાહ જોઈ છે.

છેવટે થાકી ને પરિસ્થિતિવશ મજબૂરી માં ન્યાયીક માંગણીઓ માટે તારીખ 15 માર્ચ નાં રોજ સરકારને આંદોલન- હડતાલ માટે આવેદન પત્ર પાઠવ્યો હતો. પરંતુ રાજય માં વધી રહેલ કોરોનાં દર્દીઓ ની સંખ્યા - પરિસ્થિતિ ધ્યાને રાખી રાજ્ય ના દર્દીઓ ના હિત માં આંદોલન- હડતાળ મુલતવી રાખી હતી.

છેલ્લાં 1 વર્ષ થી વધુ સમયથી એક પણ રજા વિના રાજ્ય ની તમામ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય ના આશરે 75% થી વધુ કોરોના દર્દીઓની સારવાર માં નિમિત બની નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી રહ્યા હોવા છતાં તેમના પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવ્યું નથી માટે ગયા અઠવાડિયાના પ્રતિક ઉપવાસ મુલતવી બાદ યોજાયેલ હાય લેંવેલ મીટિંગ ના 5 દિવસ બાદ પણ કમનસીબે સરકાર તરફથી કોઈ નકકર લેખિત સકારાત્મક પ્રતિભાવ મળેલ નથી. આથી ગુજરાત ભરના 1700 થી વધુ તબીબ શિક્ષકો એ હવે પરિસ્થિતિવશ મજબુરી માં સંપૂર્ણ શાંતિપૂર્વક – શિસ્તબદ્ધ રીતે આંદોલન ચાલુ રાખવાનો એકમત થી નિર્ણય કર્યો છે.

નર્સોની માંગ નહીં સંતોષાતાં આંદોલનનો આરંભ
આંતરરાષ્ટ્રીય નર્સ ડે 12મી મેના દિવસથી નર્સો દ્વારા નાછૂટકે આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે જિલ્લા પ્રતિનિધિઓની સંયુક્ત બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નર્સોની માંગ ન સંતોષવાને કારણે વ્યથિત નર્સ પરિવાર આગામી 12 તારીખે એક દિવસ કાળી પટ્ટી ધારણ કરી દર્દીની સેવા ન ખોરવાય તેની કાળજી રાખી ધરણા પ્રદર્શન અને યુનિફોર્મ ઉપર તારીખ 17 સુધી કાળી પટ્ટી ધારણ કરી ફરજ યથાવત ચાલુ રાખશે. દરમિયાનમાં રાજ્ય સરકાર દ્વારા કોઇ કાર્યવાહી નહી કરવામાં આવે તો તારીખ 18 ના રોજ પોતાની ફરજનો બહિષ્કાર કરી એક દિવસ માટે પ્રતીક હડતાળ કરશે.

અન્ય સમાચારો પણ છે...