તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દિકરીને ખીચડો દેવા જઇ રહેલ માતાનુ બાઇક પરથી પડતા મોત

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પાલિતાણાના નોંઘણવદર ગામ પાસેની ઘટના

સિહોરના સાંઢખાખરા ગામના યુવાન તેમની પત્નીને સાથે બાઇક પર સાંઢ ખાખરા ગામે દિકરીને ખીચડો દેવા જઇ રહ્યા હતા તે દરમિયાન નોંઘણવદર પાસે રસ્તામાં અચાનક ખાડો આવતા યુવાને બાઇક પરનો કાબુ ગુમાવતા પાછળ બેસેલ પત્નિ બાઇક પરથી ઉછળીને રોડ પર નીચે પટકાતા મોત નિપજ્યુ હતુ. સિહોરના સણોસરા ગામે રહેતા રમેશભાઇ ઝાલા તથા તેમના પત્નિ વાલીબેન (ઉ.વ.50) મોટરસાઇકલ નં.GJ-05-E-6232 લઇને નોંધણવદર ગામે દિકરીને ખીચડો દેવા જઇ રહ્યા હતા

તે દરમિયાન સણોસરાથી નોંઘણવદર વચ્ચે ધોળા કુવા પાસે રસ્તામાં અચાનક રોદો આવતા રમેશભાઇએ મોટરસાઇકલ પરથી કાબુ ગુમાવતા પાછળ બેસેલ વાલીબેન રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર્થે પ્રથમ સણોસરા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાથી વધુ સારવાર્થે ભાવનગર ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યા સારવાર દરમીયાન તેમનુ મોત નિપજ્યાનુ મૃતકના દિકરા રોહીતભાઇએ પાલિતાણા રૂરલ પોલીસમાં નોંધ કરાવેલ છે. બનાવ અંગે મૃતકના દિકરા રોહીતભાઇ સાથે વાત કરતા તેમણે જણાવેલ કે બેનને ખીચડો દેવા જઇ રહ્યા હોઇ તે દરમિયાન રસ્તામાં ખાડો આવતા માતા બાઇક પરથી પડી જતા મોત નિપજ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો