દુર્ઘટના:યોગેશ્વરનગરમાં ઇલેકટ્રીક શોક લાગતા માતા-પુત્રના મોત

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરે દાદરો ઉતરતા શોટ સર્કિટ થતા જીવલેણ દુર્ઘટના

શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા યોગેશ્વર નગરમાં આજે રાત્રે ઇલેક્ટ્રીક શોક લાગતા માતા અને પુત્રના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ અંગે મળેલી માહિતી મુજબ ભાવનગર શહેરમાં ભરત નગર વિસ્તારમાં આવેલા યોગેશ્વર નગરમાં આજે રાત્રે આઠેક વાગ્યા આસપાસ પોતાના ઘરમાં રહેલા 65 વર્ષીય અમરીબહેન કાનાભાઈ પરમાર ઘરનો દાદરો ઉતરી ગયા હતા ત્યારે એકાએક ઈલેક્ટ્રીક શોક સર્કિટ થતા તેઓને શોક લાગ્યો હતો.

પોતાની માતાને દાદરા પર ઇલે. શોક લાગતા જોઇને તેમના પુત્ર 40 વર્ષીય પ્રવીણભાઈ કાનાભાઈ પરમાર તુરંત તેમને બચાવવા દાદરો ચડવા લાગ્યા અને ત્યાં પહોંચ્યા ત્યારે બંનેને એક સાથે ઈલેક્ટ્રીક શોક લાગતા કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટનાને લીધે ભરતનગર, યોગેશ્વરનગર તેમજ મૃતકના સમાજ રબારી સમાજમાં ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...