સુવિધાથી વંચિત:મોટાભાગની બસો વાયા ધોલેરા થઇને ચાલતા ત્રણ તાલુકાના મુસાફરોને લાભ મળતો નથી

વલભીપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોલેરા રૂટ ઉપર ચાલતી એક્ષપ્રેસ બસો મોટા ભાગે ખાલી જેવી હોય છે
  • વલભીપુર,ઉમરાળા અને બરવાળા તાલુકાના મુસાફરો બસની સુવિધાથી વંચિત

ભાવનગર સેન્ટ્રલ બસ સ્ટેશનથી ઉપડતી મોટાભાગની બસો વાયા ધોલેરા થઇને ચાલતા ત્રણ તાલુકાના મુસાફરોને લાભ મળતો નથી સુરત,અમદાવાદ,વડોદરા,મહેસાણા, દીવ,ઉદેપુર,અંબાજી,પાટણ,મહેસાણા,સહિતના અન્ય નાના-મોટા શહેરો સાથે જોડતી મોટાભાગની લાંબા રૂટોની એસ.ટી.બસો તંત્ર દ્વારા વાયા ધોલેરા ઉપરથી ચલાવાઇ રહી છે. આ કારણે વલભીપુર, ઉમરાળા, બરવાળા અને ધંધુકા તાલુકાનાં મુસાફરોને મુશ્કેલીઓ સહન કરવી પડે છે.

વલભીપુર એસ.ટી.પોઈન્ટ થી ગમે ત્યાં જવા માટે મુસાફરોને ગમે ત્યારે અને ગમે તે સમયે બસ મળી રહેતી એટલા રૂટો વાયા વલભીપુર,બરવાળા,ધંધુકા થઇને ચાલતા હતાં.ભાવનગર ડીવીઝન હેઠળ આવતા ડેપો જેમાં તળાજા,મહુવા,ભાવનગર, બરવાળા,પાલીતાણા થી જુદા જુદા શહેરોને સાંકળી લેતા રૂટો ઉપર બસો ચલાવવામાં આવે છે. આ તમામ ડેપોમાંથી ઉપડતી બસોમાં ફકત મહુવા અને પાલીતાણા ડેપોની લાંબા અંતરની બસો વાયા વલભીપુર,બરવાળા થઇને ચાલે છે.

ધોલેરા રૂટ અપુરતા ટ્રાફીકનાં લીધે બસો મોટાભાગે ખાલી
વાયા વલભીપુર,બરવાળા અને ધંધુકા ઉપરથી માત્ર 35 કિ.મી.નો તફાવત રહે છે અને સમય 40 મીનીટ વધુ રહે છે તેની સામે વાયા ધોલેરા રૂટ અપુરતા ટ્રાફીકનાં કારણે બસો મોટાભાગે ખાલી રહે છે ઉપરાંત વલભીપુર અને ઉમરાળા તાલુકાના મુસાફરોને નારી ચોકડી સુધી જવું પડે અને ઉતરવું ફરજીયાત થઇ પડે છે તેના બદલે જો વાયા વલભીપુર થી ચલાવવામાં આવે તો ત્રણે તાલુકાઓના મુસાફરોને લાભ મળવા સાથે પુરતો ટ્રાફીક મળવા સાથે મુસાફરોને સુવિધા ઉપલબ્ધ રહે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...