સાવધાન:સરકારી બિલ્ડીંગોમાં મચ્છરનું ઉદ્દભવસ્થાન, ડેન્ગ્યુના કેસો ત્રણ ગણા વધ્યા

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સર ટી. હોસ્પિટલ - Divya Bhaskar
સર ટી. હોસ્પિટલ
  • રોગચાળાએ માથુ ઊંચક્યું પણ તંત્રની કડકાઈ કઠોડે
  • પાણીના​​​​​​​ ભરાયેલા ખાડાઓ મચ્છરોનું ઉદ્દભવસ્થાન પણ તંત્રએ કોઈને નોટિસ પણ નથી આપી

ભાવનગરમાં અનેક બિલ્ડિંગોમાં ભરાયેલા પાણીને કારણે મચ્છરોના પોરા થઈ ગયાં છે. ખાનગી અને સરકારી બિલ્ડિંગોમાં ભરાયેલા પાણીનો નિકાલ નહીં કરતા મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેને કારણે ગત વર્ષ કરતાં આ વર્ષે ડેન્ગ્યુ રોગચાળામાં પણ ઉછાળો થઈ ત્રણ ગણા કેસો વધ્યા છે. છતાં તંત્ર દ્વારા ગંભીર બેદરકારી દાખવતા સરકારી અને ખાનગી મિલકત ધારકો સામે કડકાઈ કરવામાં પાછી પાની કરી રહ્યું છે. ચોમાસા દરમિયાન ભરાયેલા પાણીનો સમયસર નિકાલ નહીં કરવાને કારણે મચ્છરોની ઉત્પત્તિ થાય છે. હાલમાં ઘરે ઘરે માંદગીના ખાટલા ઉભા થયા છે. મેલેરીયા વિભાગ દ્વારા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે પોરાનાશક, ફોગીંગ સહિતની કામગીરી કરી રહ્યું છે.

સીટી મામલતદાર
સીટી મામલતદાર

પરંતુ આટલેથી મચ્છરોની ઉત્પતિ અટકતી નથી. તંત્ર સાથે લોક જાગૃતિ પણ આવશ્યક છે તેમ છતાં લોકજાગૃતિ ના આવે તો કડકાઈનો દંડો ફટકારો પણ જરૂરી છે. પરંતુ તંત્ર કડકાઈ કરવામાં જ ઢીલુ પડી રહ્યું છે. ખાનગી બિલ્ડિંગોમાં મળેલા પોઝિટિવ પોરાને કારણે એકલદોકલને નોટિસો આપી પરંતુ ખુદ સરકારી બિલ્ડિંગોમાં જ ગંભીર બેદરકારી દાખવતા મચ્છરોના ઉદ્ભવસ્થાન બન્યા છે. ગત આખા વર્ષ દરમિયાન માત્ર ડેન્ગ્યુના 52 કેસ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં જ 131 કેસ નોંધાયા છે. જેનું મુખ્ય કારણ પણ ગત વર્ષે કોરોનાના કહેરમાં ડેન્ગ્યુનો ટેસ્ટિંગ નહીવત હતું. ઓછા સર્વેલન્સ ને કારણે એક્ટિવ કેસ પણ વધુ જોવા મળતા ન હતા.

ઝોનલ કચેરી
ઝોનલ કચેરી

ફેક્ટ ફાઈલ
131 કેસ ડેન્ગ્યુ સપ્ટે. સુધી
52 કેસ ડેન્ગ્યુ ગત વર્ષે
06 કેસ મેલેરિયા
04 કેસ ચિકન ગુનિયા

26 નાના ફોગિંગ મશીનમાં 16 કાર્યરત
ભાવનગર કોર્પોરેશન પાસે મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે શેરીએ શેરીએ ફોગિંગ કરવાની કામગીરી શરૂ છે. ભાવનગરના આરોગ્ય વિભાગ પાસે નાના ફોગિંગ મશીન કુલ 26 છે તે પૈકી 16 કાર્યરત છે અને 10 મશીનની રીપેરીંગની જરૂરિયાત છે જે બંધ હાલતમાં છે. જ્યારે મોટા ચાર ફોગિંગ મશીન છે પરંતુ તેની કામગીરીમાં આ મોટા મશીનનો ચલાવવાનો ખર્ચ પણ જમ્બો થાય છે. જેની મોટા રોડ પર જ કામગીરી કરી શકાય.

સર્વે શરૂ છે,નોટીસની કામગીરી કરાશે
મેલેરીયા વિભાગ દ્વારમાં હાલમાં મચ્છરજન્ય રોગચાળાને ફેલાતો અટકાવવાને પ્રાધાન્ય અપાયું છે.200 લિંક વર્કર બહેનો દ્વારા ઘરે ઘરે જઈ પોરાનાશક કામગીરી કરવામાં આવે છે. આગામી દિવસોમાં વધુ લિંક વર્કરની ભરતી કરાશે. ફિલ્ડ વર્કરો દ્વારા ફોગિંગની કાર્યવાહી કરાઈ છે. તેમજ એમપીએચડબલ્યુ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. સર્વે બાદ બેદરકારી દાખવતા મિલકતધારકોને નોટિસ પણ અપાશે. - અક્ષય પંડયા, બાયોલોજિસ્ટ

સ્કુલ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળો પર ફોકસ
મેલેરીયા વિભાગ દ્વારા આ વખતે પહેલીવાર એમપીએચડબલ્યુ ત્રણ મહિના માટે ભરતી કરવામાં આવી છે. જેઓો દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ સર્વે કરી ચેકિંગ કરી પોઝિટિવ પોરા મળે તે મિલકતમાં નોડલની નિમણૂક કરી પાણી ભરાઈ ન રહે તેની જવાબદારી સોંપાય છે. ત્યારબાદ બેદરકારી દાખવવામાં આવે તેને નોટિસ આપવામાં આવે છે. શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, મોટી હોસ્પિટલો, નર્સિંગ હોમ, ધાર્મિક સ્થળોને ફોકસ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...