તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોવિડની સારવાર માટે રોકડા 2 લાખથી વધુ ચૂકવી શકાશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીએ આધાર, પાન, બેન્ક ડિટેઇલ આપવી પડશે
  • દર્દી પાસેથી રૂા. 2 લાખથી વધારે રોકડ સ્વીકારશે તો દંડની કાર્યવાહી કરાશે નહીં

તાજેતરમાં કોવિડ-19ને લઇને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સીસે પરિપત્ર કરીને ડોકટર અને હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે રૂ. 2 લાખથી વધારે રોકડ લેવાની છૂટ આપી છે. આ પરિપત્રથી કોવિડની સારવાર કરતા ડોકટરો અને હોસ્પિટલને મોટી રાહત થઇ છે. આમ હવે દર્દીઓ રોકડા નાણા આપીને જલ્દી સારવાર કરાવી શકશે.

સીબીડીટીના પરિપત્ર મુજબ તા. 1 એપ્રિલ 2021 થી 31 મે 2021 સુધીમાં જો કોઇ ડોકટર કે હોસ્પિટલ દાખલ થયેલા દર્દી પાસેથી રૂ. 2 લાખથી વધારે રોકડ સ્વીકારશે તો તેના ઉપર કોઇ પ્રકારની દંડની કાર્યવાહી કરવામાં નહીં આવે. અત્યાર સુધી 2 લાખ કરતા વધારે રોકડ સ્વરૂપે સ્વીકારી શકાતા ન હતા.

ભાવનગર સહિત રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને સારવાર માટે ખર્ચામાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે હોસ્પિટલોમાં સારવાર માટે દર્દીઓને રોકડ રકમ ભરવી પડતી હોવાના કિસ્સામાં ડોકટરોની કે હોસ્પિટલોની મર્યાદા 2 લાખ રૂા. સુધીની હતી પરંતુ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સીસે પરિપત્ર કરીને રૂા.2 લાખથી વધારે સ્વિકારવાની પણ બહાલી આપવામાં આવતા અત્યાર સુધી જે દંડ ભરવો પડતો હતો તેમાં ડોકટરો અને હોસ્પિટલોને મોટી રાહત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...