ભાવનગરના મુખ્ય પ્રવેશદ્વાર સમાજ ચિત્રા રોડ પર ઓવરબ્રીજના કારણે રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાથી વાહનો ચલાવવા મુશ્કેલરૂપ બન્યા છે. રોજના એક લાખથી વધુ વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે તંત્ર દ્વારા આ રોડ પર માત્ર થીગડા જ મારવામાં આવે છે. ભાવનગરના પ્રવેશદ્વારે ચિત્રા રોડ ઓવરબ્રિજ બની રહ્યો છે. જેના કારણે વાહન વ્યવહારની અવજવરમાં તકલીફ પડતી હતી. મ્યુ.તંત્રના અનેક પ્રયાસો બાદ રેલવે હોસ્પિટલનો રસ્તો વાહન વ્યવહાર માટે ખુલ્લો કરાયો છે પણ ઓવરબ્રીજનું કામ ચાલુ છે તેની બન્ને સાઈડના રોડ પર ઠેર ઠેર ખાડાઓ છે જ્યાં વાહન ચલાવવું મુશ્કેલરૂપ છે.
મ્યુ.તંત્રએ ભુતકાળમાં નવાપરા કબ્રસ્તાનવાળો રસ્તો માત્ર એક રાતમાં બનાવ્યો હતો. જ્યાર છેલ્લા ત્રણ મહિનાથી લોકો હેરાન થતા હોવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતુ નથી. લોકોને બીજો કોઈ વૈકલ્પીક રસ્તો નહીં હોવાથી ફરજીયાત આ જ રસ્તે પસાર થવું પડે છે આ વિસ્તારમાં હીરાના પણ અનેક કારખાના આવેલા છે ભંગાર રસ્તાને કારણે કલાકો સુધી ટ્રાફિકજામની પણ સમસ્યા ઊભી થાય છે ત્યારે આ પ્રશ્ને જન આંદોલન શરૂ થાય તે પહેલા રસ્તો રિપેર થાય તે જરૂરી છે.
લોકોને પડતી મુશ્કેલીનો અનુભવ નેતાઓ પણ કરે છે... પણ રસ્તો રિપેર થતો નથી
ભાવનગરના પ્રથમ નાગરિક મેયર કિર્તીબેન દાણીધારીયા, ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા સહિતના નેતાઓ આ રસ્તેથી આવન જાવન કરે છે. મેયરનું નિવાસસ્થાન જ આ વિસ્તારમાં આવેલું છે. લોકોને પડતી મુશ્કેલી આ નેતાઓ ખુદ પણ અનુભવી રહ્યા છે. છતાં રસ્તો બનતો નથી તે કડવી અને વરવી વાસ્તવિકતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.