તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:કોરોનાના ખાનગી સેન્ટરોમાં 99 ટકાથી વધુ બેડ ખાલી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવો 1 કેસ નોંધાયો, 1 દર્દીનું મોત થયું, છેલ્લા એક સપ્તાહમાં 11 પોઝિટિવ કેસ

ભાવનગર શહેરમાં જિલ્લામાં કોરોનાની બીજી લહેર શાંત પડી ગઇ છે. જેનું કારણ એ કહી શકાય કે છેલ્લાં એક સપ્તાહમાં શહેર-જિલ્લામાં કુલ 11 પોઝિટિવ કેસ મળ્યા છે જ્યારે તેની સામે 43 દર્દીઓઓ કોરોનામુક્ત થયા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ગત સપ્તાહમાં સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 13 કેસ નોંધાયા હતા તે આ સપ્તાહે ઘટીને 11 થઇ ગયા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનું ભારણ પણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટ્યું છે.

ગત તા.5 મેના રોજ સમગ્ર જિલ્લામાં કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેઇટ ઘટીને 69 ટકા થઇ ગયો હતો તે દોઢ માસમાં 29.53 ટકા જેટલો વધીને 98.53 ટકા થઇ ગયો છે. જ્યારે શહેર-જિલ્લામાં ખાનગી કોવિડ સેન્ટરોમાં કુલ 1274 બેડ પૈકી માત્ર 7 જ બેડ ભરાયેલા હોય 99.5 ટકા બેડ ખાલી છે. જ્યારે સરકારી સર ટી. હોસ્પિટલમાં કુલ 827 પૈકી 28 બેડ ભરેલા છે. 733 બેડ ખાલી છે. આજે છેલ્લાં 24 કલાકમાં શહેરમાં એક નવો કેસ નોંધાયો જ્યારે ગ્રામ્ય કક્ષાએ એક પણ પોઝિટિવ કેસ નથી નોંધાયો જ્યારે ગ્રામ્ય કક્ષાએ એક મોત નોંધાયું છે.

આથી આજ સુધીમાં કુલ મોતનો આંક 296 થઇ ગયો છે. સમગ્ર જિલ્લામાં આજ સુધીમાં 21,400 પોઝિટિવ કેસ નોંધાયા તે પૈકી 21,085 દર્દીઓ સાજા થઇ જતા જિલ્લા કક્ષાએ કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેઇટ વધીને 98.53 ટકા થઇ ગયો છે. હવે આ સપ્તાહમાં બે દિવસ એવા આવ્યાં જ્યારે સમગ્ર શહેર-જિલ્લામાં એક પણ નવો કેસ મળ્યો ન હતો. ભાવનગર શહેરમાં આજે 3 પુરૂષ દર્દીઓ કોરોનામુક્ત થયા જ્યારે ગ્રામ્ય કક્ષાએ આજે એક નવો કેસ નોંધાયો તેમજ એક દર્દીનું મોત થયું. શહેરમાં હાલ 11 અને ગ્રામ્ય કક્ષાએ 7 મળીને કુલ 18 દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

શહેર કક્ષાએ રિકવરી રેઇટ 98.78 ટકા
ભાવનગર શહેરમાં રિકવરી રેઈટ હવે ખૂબજ વધવા લાગ્યો છે. શહેર કક્ષાએ આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 13,988 નોંધાયા છે અને તેની સામે આજ સુધીમાં કુલ 13,817 દર્દીઓ કોરોનાનો
શહેર કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.78 ટકા થયો છે. જે સારા સમાચાર છે.

દોઢ માસમાં 4483 એક્ટિવ દર્દી ઘટ્યા
ગત તા.5મી મેના રોજ સમગ્ર ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીની સંખ્યા 4501 થઇ ગયેલી તે આજે ઘટીને 18 થઇ જતા દોઢેક માસમાં એક્ટિવ દર્દીની સંખ્યા 4483 ઘટી ગઇ છે. આને કારણે ભાવનગર જિલ્લામાં શરૂ થયેલા કોવિડ સેન્ટરો હવે ખાલી ખમ થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...