જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો ઘોઘા તાલુકામાં આવેલા મોટા ખોખરા ગામની રમણીય દંગાપરા પ્રાથમિક શાળામાં પ્રારંભ થયો છે. જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા એક એકથી ચડિયાતી કૃતિઓ રજૂ કરવામાં આવી છે.જેમાં પ્રતિનિધિરૂપ વિચારો આ પ્રમાણે જોવા મળ્યા હતા. જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની આ જ પ્રકારની એક એકથી ચડિયાતી 90 કૃતિઓ સ્ટોલમાં રજૂ કરવામાં આવી છે. વિજ્ઞાન મેળાનું સમાપન 5મી જાન્યુઆરીને ગુરુવારે થશે
સોલાર કાર આકર્ષણનું કેન્દ્ર
સિહોર તાલુકાની ભડલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સોલાર કાર તૈયાર કરી છે. વર્તમાન સમયમાં પુનઃઅપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવાથી ભવિષ્યમાં ઉર્જા મળે તેમ નથી. એટલા માટે સૂર્ય ઉર્જા જેવી પુનઃ પ્રાપ્ત કરી શકાય તેવી ઊર્જાના ઉપયોગથી કાર, વહાણ, બસ ચલાવવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. બાળ વૈજ્ઞાનિકો ગોહિલ છત્રપાલ અને ગોહિલ સત્યપાલને માર્ગદર્શક શિક્ષક પરાક્રમસિંહ ગોહિલે માર્ગદર્શન આપ્યું હતું.
મોડીફાઇડ ટ્રેક્ટર ટ્રોલી
બીજી એક ઊડીને આંખે વળગે તેવી કૃતિમાં મોડીફાઇડ ટ્રેક્ટર ટ્રોલીનો સમાવેશ થાય છે. કોળિયાક ગામની નજીક આવેલી ગુંદી પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ આ કૃતિ તૈયાર કરી છે. સામાન્ય રીતે ટ્રેક્ટરની ટ્રોલી આગળથી ઊંચી થઈને પાછળના ભાગે ખાલી થતી હોય છે.તેનો સામાન પાછળ ખાલી કરી શકાય છે. પરંતુ આ કૃતિ દ્વારા ત્રણેય તરફ ટ્રોલીનો સામાન ખાલી કરી શકાય તેવો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. જેમાં બાળ વૈજ્ઞાનિકો ધાપા પારસ, જોગદિયા યુવરાજને માર્ગદર્શક શિક્ષક ધર્મેન્દ્રભાઈ સોલંકી દ્વારા તૈયાર કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.