ભાવનગરનું સરકારી કચેરીઓનું બહુમાળી ભવન જર્જરિત હાલતમાં હોવાથી લોકો અને કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ભાવનગરનું બહુમાળી ભવન જર્જરિત હાલતમાં છે. જેમાં 88 કચેરીઓ આવેલી છે. ઠેરઠેર ગાબડાં પડે છે અને વરસાદ આવતા પાણી પડે છે. ઇલેક્ટ્રિસિટી અને સરકારી કાગળિયા- દસ્તાવેજોને અને નુકસાન થઈ રહ્યું છે.
વધારે ગાબડાઓ રાત્રિના સમયમાં પડે છે. તથા પીઓપી તૂટી ગયેલ છે. બહુમાળી ભવનમાં 800થી વધુ કર્મચારીઓ કાર્ય કરે છે અને હજારો લોકો ત્યાં પોતાના કાર્ય માટે ઘસારો રહેતો હોય છે. આ બધાની માથે ગમે ત્યારે ગાબડા પડી જાનહાનિ થઈ શકે છે. વર્ષોથી જ્યારે ગાબડાં પડે ત્યારે સામાન્ય મરામત કરી કામ ચલાવ બનાવી દેવાય છે અને ચોમાસું આવતા ફરીથી એની એ જ સ્થિતિ સર્જાય છે. જેના કારણે કાર્ય જરૂરી હોવાથી લોકોને ભયભીત થઈને આવવું પડતું હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.