તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન ઓડિટ:શહેરમાં 80%થી વધુ લોકો કોરોનાની રસીથી સુરક્ષિત

ભાવનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • શહેરમાં 80%થી વધુ લોકો કોરોનાની રસીથી સુરક્ષિત
 • શહેરમાં રસીકરણની રોજની એવરેજ 4923 થઇ ગઇ
 • 37.51 ટકા લોકોએ બીજો ડોઝ પણ લઇ લીધો,45થી વધુ વયનાનું વેક્સિનેશન 82.45 ટકા

ભાવનગર શહેરમાં કોરોનાની બીજી લહેર શમી ગઇ છે અને ત્રીજી લહેરની આશંકા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે ત્યારે અત્યાર સુધીમાં ભાવનગર શહેરમાં કોરોના રસીકરણમાં કુલ લક્ષ્યાંક 4,54,826નો છે અને તેની સામે આજ સુધીમાં 3,64,146 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે એટલે કે 80.06 ટકાએ પહેલો ડોઝ લઇ લીધો છે. જ્યારે 1,70,613 લોકોએ બીજો ડોઝ પણ લઇ લેતા રસીકરણમાં ઝડપ વધી છે. શહેરમાં ખાસ કરીને 45થી વધુ વયના 82.45 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. જ્યારે યુવાનોએ 1,81,665 એટલે કે 63.62 ટકાએ પ્રથમ ડોઝ લીધો છે.

ભાવનગર શહેરમાં કોરોના વેક્સિનેશનમાં કુલ લક્ષ્યાંક 4,54,826નો છે. જેમાં અત્યાર સુધીમાં 3,64,146 લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે. એટલે કે 90,680 લોકોને કોરોનાની રસીનો હજી પહેલો ડોઝ લેવાનો પણ બાકી છે. જ્યારે અત્યાર સુધીમાં શહેરમાં કુલ 1,70,613 લોકોએ રસીનો બીજો ડોઝ લઇ લીધો છે. એટલે કે હજી 2,84,213 લોકો કોરોનાના બીજા ડોઝથી વંચિત છે. ભાવનગર શહેરમાં 18 વર્ષથી વધુ વયના કુલ 6362 ટકાએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. જ્યારે 45 વર્ષથી વધુ વયના 82.45 ટકાએ પ્રથમ ડોઝ લઇ લીધો છે. રોજની 4923 લોકોને રસીની એવરેજ આવી છે. જે અગાઉ દૈનિક 4000 પણ ન હતી.

આ માસના અંત સુધીમાં 100%ને પ્રથમ ડોઝ મળી જશે
જો રોજની 4900 જેવી ઝડપ રસીકરણમાં રહી તો રજાના દિવસો અને બીજા ડોઝને બાદ કરો તો પણ ભાવનગર શહેરમાં પ્રથમ ડોઝમાં આ માસના અંત સુધીમાં કુલ 100 ટકા રસીકરણ થઇ જશે. કારણ કે હવે 90,680 લોકોને કોરોનાની રસીનો હજી પહેલો ડોઝ લેવાનો બાકી છે

18થી 44 વર્ષનાનું રસીકરણ

 • 285542 કુલ લક્ષ્યાંક
 • 181665 રસીનો પ્રથમ ડોઝ
 • 63.62% પ્રથમ ડોઝની ટકાવારી
 • 41.312 બીજો ડોઝ
 • 14.47 % ટકાવારી

45થી વધુ વર્ષનાનું રસીકરણ

 • 169284 કુલ લક્ષ્યાંક
 • 139570 રસીનો પ્રથમ ડોઝ
 • 82.45 % પ્રથમ ડોઝની ટકાવારી
 • 93865 રસીનો બીજો ડોઝ
 • 67.25 % બીજા ડોઝની ટકાવારી
અન્ય સમાચારો પણ છે...