ચૂંટણી પંચ દ્વારા કરાયેલી વ્યવસ્થા:67000થી વધુ ચૂંટણી કાર્ડનું 7 નવેમ્બરથી વિતરણ થશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેઓએ ચુંટણી કાર્ડ નવા કઢાવ્યા હોય કે સુધરાવ્યા હોય તેઓને કાર્ડ ઘરે મળી જશે

ભાવનગર જિલ્લામાં 67 હજારથી વધુ ચૂંટણી કાર્ડનું તા. 7 નવેમ્બરથી પોસ્ટ મારફત મતદારોના નોંધાયેલા સરનામે વિતરણ કરવામાં આવશે. ભાવનગર જિલ્લામાં તા. 23 જુલાઇ,2022થી 14 સપ્ટેમ્બર,2022 સુધીમાં જે લોકોએ નવા મતદાર તરીકે નોંધણી કરાવેલી હોય એટલે કે ફોર્મ નંબર-6 ભરેલ હોય, ડુપ્લીકેટ ચૂંટણીકાર્ડ માટે ફોર્મ નંબર-8 ભરેલ હોય અથવા ચૂંટણીકાર્ડની વિગતમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવા માટેનું ફોર્મ ભરેલું હોય તેઓના તમામના ચૂંટણી કાર્ડ પોસ્ટ મારફત મતદારોના નોંધાયેલા સરનામે તા. 7 નવેમ્બરથી વિતરણ કરવામાં આવશે.

આવા 67,864 ચૂંટણી કાર્ડ ભાવનગર જિલ્લામાંથી વિતરણ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે ત્યારે ભાવનગર જિલ્લામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન કરવામાં આવનાર છે આથી જે લોકોએ હાલમાં જ ચૂંટણી કાર્ડમાં સુધારો કરાવ્યો હોય અથવા નવા ચૂંટણી કાર્ડ કઢાવ્યા હોય તેમને થોડા દિવસોમાં તેમના ઘરે ચૂંટણી કાર્ડ પ્રાપ્ત થશે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...