તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:કોરોનાની તિવ્રતા વધતા 110 દિવસ પછી 5થી વધુ પ્લાઝમા ડોનેટ થયા

ભાવનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શુક્રવારે 10 દર્દીઓને પ્લાઝમા અપાયું
 • છેલ્લે તા. 9 મી ડિસેમ્બરે આટલા પ્લાઝમા કોરોનાના દર્દીઓને આપવામાં આવ્યા હતા

કોરોનાની મહામારી ધીમે ધીમે માથું ઊંચકી રહી છે ત્યારે છેલ્લા પાંચ દિવસથી તો પરિસ્થતિ કાબૂ બહાર છે. ધૂળેટી નાં પર્વ થી કોરોના નાં કેસ 40 થી વધુ જ નોધાઇ રહ્યા છે સાથોસાથ કોનવેલેન્ટ પ્લાઝમાની માંગ પણ વધી છે. જેના પગલે 110 દિવસ પછી 5 થી વધુ પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યા છે. છેલ્લે તા. 9 મી ડીસેમ્બરનાં રોજ 5 જેટલા દર્દીઓને પ્લાઝમા આપવામાં આવ્યા હતા. જ્યારે કોરોનાંની પરિસ્થતિ ઓછી ગંભીર હતી ત્યારે રોજિંદા 1 થી 2 પ્લાઝમા કે ક્યારેક તો એક પણ પ્લાઝમાની માંગ ન્હોતી.

તા. 29 માર્ચ નાં રોજ 45 કોરોના નાં કેસ હતા ત્યારે 5 પ્લાઝમા, તા.30 માર્ચ નાં રોજ કોરોનાનાં 48 કેસ હતા ત્યારે 6 પ્લાઝમા, તા. 31 માર્ચ નાં રોજ કોરોનાનાં અધધ 49 કેસ હતા ત્યારે 6 પ્લાઝમા અને તા. 1 એપ્રિલનાં રોજ કોરોના નાં 43 કેસ હતા ત્યારે 5 પ્લાઝમા સરકારી અને ખાનગી હોસ્પિટલ નાં દર્દીઓને આપવામાં આવ્યા હતા. તા. 2 માર્ચ નાં રોજ 60 દર્દીઓ કોરોના થી સંક્રમિત છે ત્યારે 10 જેટલા પ્લાઝમા દર્દીઓને આપવામાં આવ્યું છે. છેલ્લા પાંચ દિવસથી પ્લાઝમા માંગ ખૂબ વધી છે અને હવે પ્લાઝમા ડોનર નો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.ભાવનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા પ્લાઝમા ડોેનેટના કિસ્સા પણ વધ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો