બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ:ભાવનગરની એમ કે યુનિવર્સિટી ખાતે ત્રણ દિવસીય બાસ્કેટબોલ લીગનું આયોજન, 93 ટીમના 400 થી વધું ખેલાડીઓ ભાગ લેશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી વર્ષ 2023 માં યોજાનારી ઓલંમ્પિકમાં ભારતીય ખેલાડીઓ ભાગ લઈ શકે એ માટે આ ઈવેન્ટનું આયોજન કરાયું

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના બાસ્કેટબોલ ગ્રાઉન્ડ ખાતે આજથી ત્રણ દિવસ માટે નેશનલ લેવલ જેવી બાસ્કેટબોલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તા.15 એપ્રિલ થી 17 એપ્રિલ સુધી ચાલનારી આ ઈવેન્ટમાં દેશ ભરમાથી સિલેક્ટ થયેલા 400 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે.

INBL 3×3ના નેજા હેઠળ આજથી એમ કે ભાવનગર યુનિવર્સિટીના બાસ્કેટબોલ મેદાન ખાતે ત્રણ દિવસ સુધી નેશનલ બાસ્કેટબોલ લીગ દ્વારા બાસ્કેટબોલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી પ્રારંભ થનારી આ ઈવેન્ટમાં દેશના અલગ અલગ રાજ્યો તથા ભાવનગર શહેર-જિલ્લામાથી પસંદગી પામેલી કુલ 93 ટીમના 400 થી વધુ ખેલાડીઓ મેચમાં ભાગ લેશે.

ભાવનગરના સિનિયર બાસ્કેટબોલ પ્લેયર શક્તિસિંહ ગોહિલની રાહબરી હેઠળ યોજાનાર આ ઈવેન્ટનો મુખ્ય હેતુ આવતા વર્ષે યોજાનારી ઓલંમ્પિકમાં ભારતમાથી પણ બાસ્કેટબોલના ખેલાડીઓ બાસ્કેટબોલ ઈવેન્ટ થકી ભારતનું નામ વિશ્વભરમાં ગુંજતું કરે અને આ ઈવેન્ટમાં વધુને વધુ યુવાઓ જોડાય એ મુખ્ય નેમ છે. ત્રિ દિવસીય ઈવેન્ટમાં દેશના અનેક સિનિયર ખેલાડીઓ ઉપસ્થિત રહેશે તેમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...