તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાયજ્ઞ:એક માસમાં રામવાડી દ્વારા 40 હજારથી વધુને અન્નદાન

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાગ્રસ્ત પરિવારોને જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર ઘરે જઇને ટિફિન પહોંચાડવામાં આવે છે
  • મરણ થયું હોય તેના ઘરે તે દિવસે ટિફિન મોકલાશે

કોરોનાના કાળમાં લોકોને ઉપયોગી થવાની ભાવના સાથે સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારશે બ્રાહ્મણ જ્ઞાતિ, રામવાડી દ્વારા આજથી એક માસ પૂર્વે દર્દીના ઘરના તમામ સભ્યો માટે જ્ઞાતિ-જાતિ જોયા વગર બપોર અને રાત્રે બન્ને સમય વિનામૂલ્યે ઘરે જઇ ટિફિન પહોંચાડવાની સેવા આરંભ કર્યાના પ્રથમ દિવસના અંતે 286 લોકોને અન્નદાન કર્યું હવે એક માસના અંતે આંકડો 40,064 વ્યક્તિને અન્નસેવા કર્યાનો સમાજસેવાનો અનેરો દાખલો પુરો પાડ્યો છે. આજે સરેરાશ રોજના એક ટંકના 900 જેટલા ટિફિન પહોંચે છે અને રોજના સવાર સાંજના ગણીએ તો 1800 જેટલા વ્યક્તિને અન્નદાન મળે છે.

આ અંગે રામવાડી ટિફિન સેવા સમિતિના કિરીટભાઇ પંડ્યાએ જણાવ્યું હતુ કે એક વિચાર, સેવાની હાકલ, ઉપયોગી થવાની ભાવના સાથે સહુ જોડાતા ગયા પ્રથમ દિવસે 276 કોરોના પોઝિટિવ લોકો માટે કંઈક કર્યાનો આનંદ હતો.

પહેલા દિવસે રામવાડી ટિફિન સેવામાં સમય અને શ્રમ દાન આપવા અમે સાત આઠ હતા પરંતુ સહું જોડાતા ગયા, કોઈ રસોડામાં, કોઈ નામ નોંધવામાં, કોઈ વસ્તુઓ લાવવામાં, કોઈ ટિફિન પહોંચાડવામાં. જાણે ઉપરવાળો બધુ ગોઠવતો હોય તેમ ગોઠવાતું ગયું અને ચાલતું ગયું. આ કપરા કાળમાં મરણના સમાચાર સતત મળતા રહે છે. ત્યારે આવા પરિવારની મદદ કરવા જ્યાં પરિવારમાં મરણ થયું હોય તેના દિવસે પરિવારના વ્યથિત વ્યક્તિઓ માટે તે ટંકની વ્યવસ્થા રામવાડી ટિફિન સેવા સમિતિ કરી આપશે.

રસોડામાં આજ સુધી એક પણ વસ્તુ ખુટી નથી
કમિટિના સભ્યોના પરિવારમાં માંદગી કે અઘટિત બનાવ બન્યો હોય, તબિયત ખરાબ થઈ હોવા છતાં પણ પોતાના કામમાં અને પોતાના સમયે હાજર હોય. જે પરિવારને ટિફિન આપવા જાય અને ત્યાં જુદા જુદા અનુભવ મળ્યાં પણ આ સેવાયજ્ઞ અવિરત રહ્યો છે. આ અન્નદાનના સેવાયજ્ઞમાં દાતાઓ ફાળો એવો છે કે રસોડામાં આજ સુધી એક પણ વસ્તુ ખુટી નથી.

અન્ય સમાચારો પણ છે...