• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • More Than 40 New Cases Were Reported Today In The Coronation Of 3 More Doctors, Students, Professors And Employees Of Bhavnagar's Sir T Hospital.

કોરોના અપડેટ:ભાવનગરની સર ટી હોસ્પિટલના વધુ 3 ડોક્ટરો, વિદ્યાર્થી, પ્રોફેસર તથા કર્મચારી કોરોનાની ઝપેટમાં, આજે નવા 40 કેસ નોંધાયા

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં 105 અને ગ્રામ્યમાં 9 દર્દીઓ મળી કુલ 115 એક્ટિવ કેસ

ભાવનગર શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભાવનગર જિલ્લામાં આજે 40 કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે 38 નવા કેસ નોંધાયા હતા જેમાં 24 પુરુષનો અને 14 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ગ્રામ્યમાં પણ 2 કેસ નોંધાયા હતા જેમાં 1 પુરુષનો અને 1 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ભાવનગર સર ટી હોસ્પિટલના 3 મહિલા ડોક્ટર તથા 1 જ્ઞાનમંજરી ઇન્સ્ટિટ્યૂટ કોલેજના પેહલા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી, સેન્ટ્રલ સોલ્ટનો એક કર્મચારી, જીઈસી કોલેજના પ્રોફેસર સહિત કોરોનાની ઝપડેમાં આવ્યા હતા, જ્યારે બાકી બધા ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મળી 38 કેસ નોંધાયા હતા.

આમ, શહેરમાં એક્ટિવ દર્દીની સંખ્યા વધીને 105 પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં 9 દર્દી મળી કુલ 114 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 636 કેસ પૈકી હાલ 114 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 300 દર્દીઓનું અવસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...