વીજ પુરવઠો:મંગળ અને બુધવારે સાંઇનાથ ફીડરના 30 હજારથી વધુ લોકોને વીજ કાપ ઝીંકાયો

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડોન, બોરડીગેટ, મેઘાણી સર્કલ વિગેરેનો સમાવેશ
  • સવારના 6.30થી બપોરના 1 દરમિયાન વીજ પુરવઠો મળશે નહી

ભાવનગર શહેરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા તા.13 સપ્ટેમ્બરને મંગળવાર તથા તા.14 સપ્ટેમ્બરને બુધવાર, બન્ને દિવસ વાલ્કેટ ગેઇટ સબ સ્ટેશનના સાઇનાથ ફીડર હેઠળના વિસ્તારોમાં રહેતા 30 હજાર જેટલા નગરજનોને ભાદરવાની ગરમીમાં સવારના 6.30 કલાકથી બપોરના 1 વાગ્યા દરમિયાન વીજ પુરવઠો મળશે નહી.

તા.13 સપ્ટેમ્બરને મંગળવારે વાલ્કેટ ગેઇટ સબ સ્ટેશનના સાઇનાથ ફીડર હેઠળના પ્રભુદાસ તળાવ ચોક, બોરડી ગેટ, દિપ્તી ગેસ એજન્સી, ગીતા ચોકથી મહિલા કોલેજ તરફનો રોડ, અહિચ્છત્ર જ્ઞાતિની વાડી, ટાઇમ રેસિડેન્સી, હીરામોતી હાઇટસ, ડોન ચોક, ડોન ચોકથી ક્રેસન્ટ સર્કલ તરફનો રોડ, ડોન ચોકથી મહિલા કોલેજ સર્કલ તરફનો વિસ્તાર, શ્રીધર ફ્લેટ, કૃષ્ણનગર દેરાસર, બેન્ક ઓફ બોરડા, એચડીએફસી બેન્ક તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારના 6.30 કલાકથી બપોરના 1 વાગ્યા દરમિયાન વીજ પુરવઠો મળશે નહી.

તા.14 સપ્ટેમ્બરને બુધવારે વાલ્કેટ ગેઇટ સબ સ્ટેશનના સાઇનાથ ફીડર હેઠળના અંધારિયાની વાડી, સાઇબાબા મંદિર, વિરભદ્ર અખાડો, લા-મીરા ફ્લેટ, મેઘાણી સર્કલ, આરવ એપાર્ટેમન્ટ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક, અલખનંદા કોમ્પલેક્સ, જૂન ભુવન, ન્યાલદાસ રેસિડેન્સી, ડાયમંડ ચોક પીજીવીસીએલ ઓફિસ, આરાધના ફ્લેટ તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારના 6.30 કલાકથી બપોરના 1 વાગ્યા દરમિયાન વીજ પુરવઠો મળશે નહી.

અન્ય સમાચારો પણ છે...