ભાવનગર શહેરમાં આજે સવારથી પતંગના રસીયાઓ પતંગ ઉડાડાવાનું શરૂ કરી દીધુ હતું. થોડીકવારમાં જ આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું હતું. જોકે, આનંદનાં આ પર્વમાં પતંગની દોરીઓથી ઉડતા પક્ષીઓની હાલત અતિદયનીય થઈ હતી. જેને લઈને જ્યાં અને ત્યાં પક્ષીઓ ઘાયલ થતા જોવા મળી રહ્યા હતા. ત્યારે આ ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન અંતર્ગત એમ્બ્યુલન્સ સહિત રેસ્ક્યૂ સેન્ટર કાર્યરત હતા. જે અતંર્ગત 27થી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.
શહેરમાં જુદી-જુદી જગ્યાએ સારવાર કેન્દ્રો
ભાવનગરમાં પક્ષી પ્રેમીઓએ ઘાયલ પક્ષીઓની સારવાર માટે એનજીઓ, વનવિભાગ અને કોર્પોરેશન દ્વારા હેલ્પલાઈનથી આવતા કોલ પર સ્થળ પર પહોંચી પક્ષીઓને સારવાર ડોકટરો દ્વારા આપવામાં આવી હતી. આવા પક્ષીઓ માટે ભાવનગર શહેરમાં જુદી-જુદી જગ્યાએ સારવાર કેન્દ્રો ખોલવામાં આવ્યાં હતા. જેમાં શહેરનાં વિક્ટોરિયા પાર્ક, પીલગાર્ડન, ગંગાજળીયા, સરકારી એનિમલ હોસ્પિટલ-નવાપરા તેમજ સીદસર અનીમલ હેલ્પલાઇન સેન્ટરોમાં પક્ષીઓની સારવાર શરુ કરવામાં આવી છે.
ઘાયલ પક્ષીઓના સારવાર માટે 12 રેસ્કયુ સેન્ટર કાર્યરત
જેથી સમયસર પક્ષીઓને સારવાર મળી જતા કેટલાય પક્ષીઓના જીવ બચાવી શક્યા હતા. અત્રે ઉલેખ્ખનીય છે કે, ગત વર્ષ કરતા આ વર્ષ ઘાયલ પક્ષીઓની સંખ્યામાં ઓછી છે. કારણ આજે સવારથી જ શહેરમાં કડકતી ઠંડીનું વાતાવરણ હોવાથી આકાશમાં પતંગો ઓછા ઉડતા હતા. તેમજ ભાવનગર શહેર ખાતે 27 વધુ ઘાયલ પક્ષીઓના સારવાર માટે 12 રેસ્કયુ સેન્ટર કાર્યરત રાખવામાં આવેલ છે. તેમજ ભાવનગર જિલ્લામાં 50 વધુ રેસ્ક્યુ સેન્ટર કાર્યરત રાખવામાં આવ્યા છે તેમાં 300 વધુ વોલન્ટરી, 25 જેટલા ડોક્ટર તેમજ અન્ય રાજ્યમાંથી આવેલ મેડીકલનાં વિદ્યાર્થીઓ અને ડોકટરો દ્વારા સારવાર કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 2 જેટલા જુદા-જુદા પક્ષીઓનાં મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.