તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:5 વીજ કંપનીઓમાં 2600થી વધુ યુવાઓની નિમણુંક કરાઈ

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના શિક્ષિત યુવાનોને સરકારી સેવામાં જોડીને રોજગારી આપવાના નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી છે. જેના ભાગરૂપે ઊર્જા વિભાગ હસ્તકની 5 વીજ કંપનીમાં 2600થી વધુ યુવાઓને વિદ્યુત સહાયક જુનિ. આસિસટન્ટ અને વિદ્યુત સહાયક જુનિયર તરીકે નિમણૂંક આપી છે તેમ રાજ્યના ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું.

યુવાઓને ઘર આંગણે જ રોજગારી મળી રહે એ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને વિવિધ વિભાગોમાં ભરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ડીજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ અને જીસેકમાં આ નિમણૂકો આપવામાં આવી છે. રાજ્યની વીજ કંપનીઓ દ્વારા ગત ડીસેમ્બર અને જાન્યુઆરીમાં ઓન લાઈન પરીક્ષાનું આયોજન કરાયું હતુ. જેનું પરિણામ તા.9 માર્ચના જાહેર કરાયું હતુ જેના આધારે આ નિમણૂકો અપાઈ છે.

કઈ કંપનીમાં કેટલી ભરતી
વિદ્યુત સહાયક જુનિયર આસીસ્ટંટની જગ્યા પર ડીજીવીસીએલમાં 691, યુજીવીસીએલમાં 527, પીજીવીસીએલમાં 839, એમજીવીસીએલમાં 240 અને જીસેકમાં 68 મળી કુલ 2365 ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે. એ જ રીતે વિદ્યુત સહાયક જુનિયર ઈજનેરની જગ્યા 52 ડીજીવીસીએલમાં 131, યુજીવીસીએલમાં 37, અને જીસેકમાં 107 મળી કુલ 275 ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...