તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનામાં 21 હજારથી વધુ પોઝિટિવ દર્દીઓ સાજા થયા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં રિકવરી રેઇટ વધીને 98.21 ટકા થયો
  • સમગ્ર જિલ્લામાં નવા 4 પોઝિટિવ કેસ મળ્યા, 48 દર્દીઓ થયા કોરોનામુક્ત, એક્ટિવ દર્દીની સંખ્યા 89

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર લગભગ શમી ગઇ હોય તેમ આજે શહેરમાં નવા 4 કેસ નોંધાયા હતા અને તેની સામે 48 દર્દીઓ કોરોનામુક્ત થતા આજ સુધીમાં ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 21,385 કેસ મળ્યા છે અને તેની સામે આજ સુધીમાં 21,003 દર્દીઓ કોરોનામુક્ત થઇ ગયા છે. આથી જિલ્લામાં રિકવરી રેઇટ 98.21 ટકા થઇ ગયો છે.

આજે કોરોનામાં સમગ્ર જિલ્લામાં 21 હજારથી વધુ લોકો સાજા થઇ ગયાનો આંક સર કર્યો છે. તો શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 57 છે જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 32 હોય સમગ્ર જિલ્લામાં એક્ટિવ દર્દીની સંખ્યા ઘટીને 89 થઇ ગઇ છે.

ભાવનગર શહેરમાં આજે એક પુરૂષ પોઝિટિવ કેસ મળ્યો હતો જ્યારે એક પુરૂષ અને એક મહિલા મળી 2 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 2 પુરૂષ અને 1 મહિલા મળીને 3 નવા કેસ નોંધાયા હતા જ્યારે 25 પુરૂષ અને 21 મહિલા મળીને કુલ 46 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. આમ આજે એક જ દિવસમાં 48 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. ભાવનગર શહેરમાં આજ સુધીમાં 159 દર્દીઓના કોરોનાથી મોત થયા છે જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 134 મળીને કુલ 293 લોકોના કોરોનાથી મોત થયા છે.

ભાવનગર જિલ્લામાં દોઢ મહિના પહેલા કોરોના પોઝિટિવનો કહેર તેની મહત્તમ સપાટીએ હતો ત્યારે કોરોનામાંથી સાજા થવાનો રિકવરી રેટ ઘટીનો 69ટકા થઈ ગયો હતો તેમાં હવે ઉત્તરોતર વધારો થઈને રિકવરી રેટ 98.21ટકા થઈ ગયો છે. જેથી શહેરના સરકારી અને ખાનગી દવાખાનાઓમાં બેઠ ખાલી થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...