હાજીઓનું રસીકરણ:ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી 200થી વધુ હજ યાત્રીઓ હજ પઠવા જશે, રસીકરણ કેમ્પ યોજાયો

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કારણે બે વર્ષ બાદ હજયાત્રીઓ મક્કા અને મદીના શરીફ હજ પઢવા જશે

કોરોના મહામારીને ધ્યાને રાખીને વિદેશીઓ માટે છેલ્લા બે વર્ષ 2020 અને 2021માં સાઉદી અરેબીયા સરકાર દ્વારા હજ કેન્સલ કરવામાં આવી હતી. બે વર્ષના લાંબા સમય બાદ આ વર્ષે 2022 માં હાજીઓ હજ પડવા માટે સાઉદી અરેબના પવિત્ર મક્કા અને મદીના શરીફ હજ પડવા જશે.દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હજ યાત્રાએ જતા હાજીઓને ફરજીયાત પણે આપવાની થતી મેનોકોગોકુલ રસી તથા પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા જે માટે નો રસીકરણ કેમ્પ આજરોજ ભાવનગર શહેરના સરકારી સર.ટી.હોસ્પિટલ ખાતે યોજાયો હતો. જેમાં આજરોજ 160 જેટલા હજ યાત્રી ભાઇઓ-બહેનોને રસીકરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં 20 જૂનથી હજ માટેની ફ્લાઈટ શરૂ થશે
દર વર્ષે સમગ્ર દુનિયામાંથી 30 થી 35 લાખ હજયાત્રીઓ હજ પઢે છે. ત્યારે આ વર્ષે 2022 ની હજ માટે સાઉદી અરેબીયા સરકારે વિદેશીઓ માટે 10 લાખનો ક્વોટા નક્કી કર્યો છે. જેમાંથી ભારતને 79000 હજાર હજનો ક્વોટા મળ્યો છે. જેમાં હજ કમિટી ઇન્ડીયા તરફથી 56000 અને પ્રાઇવેટ ટુર દ્વારા 24000 ભારતીયો હજ પઢવા જશે. જેમા ભાવનગર અને બોટાદ માંથી 140 હજ કમિટી દ્વારા જ્યારે પ્રાઇવેટ ટુર દ્વારા 50 થી 60 હાજીઓ હજ યાત્રામાં જોડાશે. હજ કમીટી ઇન્ડીયા તરફથી જતા હજ યાત્રીઓને યાત્રા કરવા માટે રૂા.3,70,000 નો ખર્ચ થશે જ્યારે પ્રાઇવેટ ટુર દ્વારા જતા હજ યાત્રીઓએ 6,50,000 નો ખર્ચ થશે. હજયાત્રીઓ માટે ગુજરાતની ફ્લાઈટ અમદાવાદ થી તા.20-6-2022 ના રોજથી શરૂ થશે.

આ રસીકરણ કેમ્પને સફળ બનાવવા ભાવનગર હજ કમીટીના આગેવાનો હાજીહુસેનભાઇ સૈયદ, હાજીઅબ્દુલસતારભાઇ રેડીયેટરવાળા, યુનુસભાઇ મકવાણા, યુનુસભાઇ ખોખર, ઇકબાલભાઈ આરબ, કાળુભાઇ બેલીમ, નાહીન કાઝી, રહીમભાઇ કુરેશી, સાજીદ કાઝી, મહેબુબભાઇ માંડવીયા, અકબરભાઇ ખીમાણી સહિતના ખાસ ઉપસ્થિત રહયા હતા તેમજ સર.ટી.હોસ્પીટલના ડોક્ટરો, સીસ્ટરો, સહિતનાએ આ કાર્યક્રમને સફળ બનાવવા સરાહનીય કામગીરી બજાવી હતી અને ભાવનગરના મુસ્લિમ સમાજે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...