મહુવાનું એસ.ટી. તંત્ર ગ્રામ્ય વિસ્તારના લોકોની જરૂરીયાત લક્ષમાં લઇ જુદા-જુદા રૂટ ચલાવવાના બદલે રૂટ બંધ કરી ગ્રામ્ય વિસ્તારના લોકોને સેવા ઝુંટવી છે આથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ના છુટકે મહુવા તાલુકાના 132 ગામો પૈકી 26 ગામોમાં એસ.ટી.ની બસ સેવાથી વંચીત છે. મહુવા શહેર અને તાલુકાના લોકોને વિવિધ અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે.મહુવાના એસ.ટી. તંત્રને પણ લોકોની જરૂરીયાત પ્રમાણે ચલાવવાના બદલે મનસ્વી રીતે તખલઘી નિર્ણયો લઇ લોક સુવિધાઓ ઝુંટવાઇ રહી છે.
મહુવા એસ.ટી. ડેપો દ્વારા ચલાવાતા અનેક જૂના ગ્રામીણ રૂટ છેલ્લા 20 વર્ષથી બંધ કરી દેવામાં આવતા લોકોને જાનના જોખમે છકરડા-ટેમ્પામાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. અગાઉ મહુવા એસ.ટી.ડેપો દ્વારા 65 જેટલા રૂટનું સંચાલન થતું હતુ હાલમાં મહુવાથી હવે માત્ર 38 જેટલા રૂટોનું સંચાલન થાય છે જે પૈકી 32 રૂટ ચાલે છે.
સ્ટાફની ઘટ પુરી થયે સુવિધા ફરી શરૂ કરાશે
મહુવા એસ.ટી. ડેપો પાસે ક્રુ ની ઘટ છે ક્રુ મળતા થયે જુના ગ્રામ્ય રૂટ ક્રમશ: ફરી શરૂ કરવામાં આવશે.તાલુકાના ગામોમાં જનતાને વધુ સારી એસટીની સુવિધા મળતી થાય તે માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરાશે. - પ્રજ્ઞાબેન વ્યાસ, ડેપો મેનેજર, મહુવા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.