વિશેષ:ભાવનગરમાં સેરેબ્રલ પાલ્સીનાં 1500થી વધુ દર્દી

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાઈ બહેન વચ્ચે લગ્ન, ગામડામાં બાળકનો જન્મ જેવા કારણો જવાબદાર

આજે વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસ છે. ભાવનગર માં આ રોગથી પીડાતા 1500 થી 2000 જેટલા બાળકો છે પી.એન.આર સોસાયટી હજી 400 સુધી જ પહોંચી શકી છે કારણકે સારવાર ઘણાં ભૌતિક સંસાધનો માંગી લે છે. ઘણા એવા દર્દીઓ છે જે આ રોગ હોવા છતાં હાર્યા નથી પરંતુ આ રોગની કોઈ દવા નથી. એક ખૂબ કડવી વાસ્તવિકતા છે. ધ્યાન રાખીને આ રોગની ફક્ત શક્યતાઓ ઘટાડી શકાય છે. અત્યારે મેડિકલ સાયન્સ આગળ વધ્યું છે ત્યારે તાજા જન્મેલા બાળકો અને ઓછા વજન ધરાવતા બાળકો અને માતાનાં પેટમાં ઇજા થઇ હોય તેવા બાળકોને બચાવી શકાય છે.

ઘણીવાર આ બાળકો બચી તો જાય છે પરંતુ આજીવન મગજ ની ખામી ધરાવતા રહી જાય છે. અને આ કારણ છે કે ભાવનગર સહિત વિશ્વભર માં સેરેબ્રલ પાલ્સીનાં કેસ વધી રહ્યા છે. મોટાભાગે રંગસૂત્રની ખામીથી થતા આ રોગનાં કારણોમાંનું એક છે નજીકનાં પિતરાઈ ભાઈ બહેનો વચ્ચે થતાં લગ્ન. કઝીન મેરેજ ઘણા દેશોમાં એટલે જ ગુનો ગણવામાં આવે છે. કારણકે તેનાથી રંગસૂત્રની ખામીઓ સર્જાય છે.

મોટાભાગનાં ગામડાઓમાં દાયણ કે આસપાસની કોઈ મહિલા દ્વારા પ્રસૂતિ કરવામાં આવે છે.સેરેબ્રલ પાલ્સી થવાની શક્યતા ઘટાડવા માટે કોઈ પણ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ માં જન્મ કે કોઈ પણ ટ્રેઈન થયેલા બર્થ એટેન્ડન્ટ દ્વારા જ કરાવવી જોઈએ.

પ્રસૂતિ દરમિયાન માતાનાં બી.પી., ડાયાબિટીસ, ગર્ભાશયનું ખામી કે કોઈપણ પ્રકારના ચેપ નું નિરાકરણ કરવામાં આવે કે તાત્કાલિક સારવાર કરવામાં આવે, પ્રસૂતાની સોનોગ્રાફી અને ઓછામાં ઓછું 3 વાર ડોકટર પાસે જઈને નિદાન કરવાથી આ રોગ થવાની શક્યતાઓ ઘટાડી શકાય છે. વહેલાસર નિદાન, ફિઝિયો - ઓક્યુપેશનલ અને સ્પીચ થેરાપી, સઘન તાલીમ અને સ્પેશિયલ એજ્યુકેશન ની વર્ષોની મહેનત સેરેબ્રલ પાલ્સી થી પીડાતા બાળકો માટે ઉપયોગી બને છે.

PNR સોસાયટીમાં 400થી વધુ બાળકોની સારવાર
પી.એન.આર સોસાયટીની હોસ્પિટલ નટરાજ કાળીયાબીડ , ભાવનગર અને તળાજા , મહુવા, સિહોર અને પાલિતાણામાં અદ્યતન સાધનો થી સજ્જ ત્રણસોથી વધુ બાળકો સારવાર અને શિક્ષણ મેળવી રહ્યા છે. તદુપરાંત સંસ્થા ની કોલેજમાંથી ચારસો થી વધુ એજ્યુ કેટર અને કેર ટેકર બહેનો તૈયાર થઈને ગુજરાતભરમાં સેવા આપી રહ્યા છે.

સેરેબ્રલ પાલ્સી શું છે ?
સેરેબ્રલ પાલ્સી (સીપી), મગજનો લકવો, પોલિયો નાબૂદ થયા પછી હલનચલનની સૌથી વધુ ખામી ધરાવતો રોગ છે. અધૂરા મહિને બાળક નો જન્મ, જન્મ વખતે ઓછું વજન , સુગર ઓછું હોવું , મોડું રડવાથી ઓકિસજનની કમી, મગજમાં થતી ઇજા વગેરે કારણો તેની માટે જવાબદાર છે. મગજના લકવાને કારણે બાળક સ્નાયુઓનાં હલનચલન ની મુશ્કેલી અનુભવે છે. 4માંથી 1 સી.પી બાળક બેસવાની, બોલવાની, ચાલવાની ખામી બૌદ્ધિક અક્ષમતા કે આંચકી અનુભવે છે. > ડો.રિદ્ધિશ લાણીયા, ચાઈલ્ડ ન્યૂરોફિઝીશિયન

અન્ય સમાચારો પણ છે...