આંદોલન:એસ.ટી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીને લઈ ભાવનગર એસ.ટી ડિવીઝનના 1500થી વધુ ડ્રાઈવર-કંન્ડકટર સામુહિક માસ સીએલ પર ઉતરી જશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની સાથો સાથ ભાવનગર એસ.ટી ડિવીઝનની બસોના પૈડાં થંભી જશે
  • હજારો પ્રવાસીઓ રઝળી પડવાની શક્યતા પ્રબળ બની

ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ વિવિધ પડતર માંગણીને લઈ છેલ્લા કેટલાય દિવસથી વિવિધ કાર્યક્રમો આપી વિરોધ કરી રહ્યા છે. તેમછતા સરકાર પાસેથી કોઈ ઉકેલ ન આવતા આજે મધરાતે રાજ્યના 45 હજારથી વધુ એસ.ટી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે. પરીણામે હજારો પ્રવાસીઓ રઝળી પડવાની શક્યતા પ્રબળ બની રહી છે. ત્યારે ભાવનગર એસ.ટી ડિવીઝનના પણ 1500થી વધુ ડ્રાઈવર-કંન્ડક્ટર સામુહિક માસ સીએલ પર ઉતરી જશે.

ભાવનગર એસ.ટી ડીવીઝનથી પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય એસ.ટી નિગમ કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્ને છેલ્લા એક માસથી આંદોલન પર ઉતર્યા છે. રાજ્ય ભરમાં આવેલા એસ.ટી મથકે વિરોધ પ્રદર્શન ઘંટનાદ સહિતના કાર્યક્રમો દ્વારા રાજ્ય સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમજ માસ સીએલ પર ઉતરતા પૂર્વે 30 કલાક અગાઉ અંતિમ અલ્ટીમેટ આપ્યું હતું. જોકે, તેમ છતાં સરકારની નીંદર ન ઉડતાં ડ્રાઈવરો-કંન્ડકટરોએ સામુહિક માસ સીએલનું અમોઘશસ્ત્ર ઉપાડ્યું છે.

આ લડતમાં ભાવનગર મુખ્ય એસ.ટી ડિવીઝન તથા તાલુકા મથકોએ આવેલા ડિવીઝનોના કુલ મળીને 1500 થી વધુ ડ્રાઇવર-કંન્ડકટર માસ સીએલ પર ઉતરશે. જેથી ભાવનગર એસ.ટી ડિવીઝન સંચાલિત 333 પરિવહન સેવાના શડ્યુઅલ પ્રભાવિત થશે.

અન્ય સમાચારો પણ છે...