ઓનલાઇન ફોર્મ ભરાયા:યુનિવર્સિટીમાં પ્રથમ સેમની પરીક્ષાના 12 હજારથી વધુ ફોર્મ ભરાયા

ભાવનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પરીક્ષા ફોર્મ 1 ડિસેમ્બર સુધી ભરી શકાશે
  • યુનિ.ની રેગ્યુલર યુ.જી. સેમ-1 તથા પી.જી સેમ-1, બીએડ અને ડિપ્લોમા માટે ભરાઇ રહ્યાં છે ફોર્મ

મહારજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા રેગ્યુલર યુ.જી. સેમેસ્ટર-1 અને પી.જી. સેમેસ્ટર -1ના, બી.એડ.(એચ.આઇ.) સેમેસ્ટર-1 તેમજ ઓલ ડિપ્લોમા સેમેસ્ટર-1 તથા એલએલબી સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષા માટેના આવેદનપત્રો ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ આવેદનપત્રોના ઓનલાઇન ફોર્મ તા.1 ડિસેમ્બર સુધી ભરી શકાશે. બાદમાં તા.2 ડિસેમ્બરના રોજ આ પરીક્ષા માટે ભરાયેલા ફોર્મની ચકાસણી કરીને મંજૂર કે નામંજૂર કરવામાં આવશે.

આ અંગે વધુમાં કુલસચિવ ડો.કૌશિકભાઇ ભટ્ટે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં આ પરીક્ષાઓ માટે 12 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરી દીધા છે. બાકી રહેલા વિદ્યાર્થીઓએ સમયસૂચકતા જાળવીને પોતાની પરીક્ષા માટેના ફોર્મ ભરી દેવા જેથી ફોર્મ ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થઇ ગયા બાદ લેઇટ ફી સાથે પરીક્ષાના ફોર્મ ભરવાના રહેશે તે પહેલા ફોર્મ ભરી દેવા હિતાવહ છે. જો વિદ્યાર્થી પહેલી ડિસેમ્બર સુધીમાં ફોર્મ નહિ ભરે તો લેઈટ ફી ભરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...