તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય તંત્ર કા ઉલ્ટા ચશ્મા:કોરોનાથી 3 દિવસમાં 100થી વધુ મોત સરકારી ચોપડે સંક્રમણથી એકેય મોત નહીં

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભયાવહ સ્થિતિ : સ્મશાનમાં મંગળવારે 36 મૃતકોની કોરોના મુજબ અંતિમ વિધિ
 • રાત્રે પણ કોરોનાના મૃતકોની કરાતી અંતિમવિધી

કોરોનાથી મોતના સરકારી ચોપડે જાહેર કરવામાં આવતા આંકડા અને કોરોના કો-મોરબિડ એટલે કે કોરોનાની સાથે દર્દીને અન્ય હ્રદયરોગ, ડાયાબીટિસ જેવા રોગ હોય તો તેનું મોત થાય તે કોરોનાથી ગણાતું નથી. પણ આ વ્યાધિ કોરોનાએ જ વકરાવી હોય તેમ બની શકે છે. આજે એક જ દિવસમાં ભાવનગર શહેરમાં 36 કો-મોરબિડ દર્દીઓના મોત થયા હોવાનું શહેરના સ્મશાનોમાંથી મેળવેલી વિગતો પરથી જાણવા મળ્યું છે.

સરકારી ચોપડે આજે 128 કેસ નોંધાયા છે પણ એકેય મોત કોરોનાથી દર્શાવાયું નથી. રવિવારે 34 કો-મોરબિડના અંતિમ સંસ્કાર કરાયેલા તો ગઇ કાલે પણ એટલા જ મોત હતા જ્યારે આજે 36 કો-મોરબિડના અંતિમ સંસ્કાર કોરોના મુજબ કરાતા ત્રણ દિવસમાં 100થી વધુ કો-મોરબિડના મોત શહેરમાં થયા છે.

ભાવનગર શહેરમાં ચાર સ્મશાનગૃહ કુંભારવાડા, ચિત્રા , ગોરડ અને સુભાષનગર એમ ચાર સ્મશાનગૃહમાં કોરોનાથી મોત થયા હોય તેવા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આજે પૂછપરછ કરતા શહેરમાં ગોરડ સ્મશાનમાં રાત સુધી વેઇટીંગ હતુ. આજે આ સ્મશાનમાં કુલ 18 કો-મોરબીડ દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા જ્યારે કુંભારવાડા સ્મશાનમાં 9 તેમજ ચિત્રા ખાતેના સ્મશાનમાં આજે 9 કોરોનાના દર્દીઓના અંતિમ સંસ્કાર કરાયા હતા.

આમ આજે એક જ દિવસમાં શહેરમાં કોરોનાના 36 દર્દીઓના અંતિમ સંસ્કાર કરાયા હતા. જે અત્યંત ચિંતાજનક બાબત છે. આ સ્થિતિમાં હવે તો લોકો અંતિમ વિધિમાં સ્મશાને જતા પણ ગભરાવા લાગ્યા છે. ભાવનગર શહેરમાં હવે સ્મશાનોમાં વેઈટીંગ લીસ્ટ શરૂ થઈ ગયા છે અને રાત્રે પણ કોરોનાના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે નામ નોંધાવેલા જોવા મળે છે જે અગાઉ ક્યારેય બનતું નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો