શિક્ષણ:આઈટી તરફ આકર્ષણ વધતા બે વર્ષમાં કોમર્સમાં 10 હજારથી વધુ બેઠકો ખાલી

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આ એક જ વર્ષે કોમર્સની કોલેજોમાં 6442 બેઠકો ખાલી રહી ગઇ

હવે આઇ.ટી. કમ્પ્યૂટર ક્ષેત્રે રોજગારીની અઢળક તકો ઉભી થઇ છે ત્ચારે આ આઇટી ફેકલ્ટી તરફ વિદ્યાર્થીઓનું આકર્ષણ વધતા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં છેલ્લાં બે વર્ષમાં એક માત્ર કોમર્સ ફેકલ્ટીની કોલેજોમાં જ 10,733 જેટલી બેઠકો ખાલી રહી ગઇ છે. એમેકેબી યુનિ.માં કોમર્સ કોલેજોમાં આ વર્ષે સૌથી વધુ બેઠકો ખાલી રહી ગઇ છે. જેમાં આ એક જ વર્ષમાં કુલ 9510 પૈકી માત્ર 3068 બેઠકો ભરાતા 6442 બેઠકો ખાલી રહી ગઇ છે. ટકાવારીની દ્રષ્ટિએ આ વર્ષે 67.74 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે. જેથી કેટલીક સેલ્ફ ફાયનાન્સ કોમર્સ કોલેજોમાં તો આંગળીના વેઢે ગણી શકાય તેટલા વિદ્યાર્થીઓ માંડ જોવા મળે છે.

આ વર્ષે 12 સાયન્સમાં દોઢ લાખ વિદ્યાર્થીઓ સામે આ વર્ષે આશરે એક લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ ગત વર્ષની તુલનાએ 12 સાયન્સમાં આશરે 50 હજાર વિદ્યાર્થીઓ ઓછા પાસ થયા છે. એક તરફ વિદ્યાર્થીઓ ઓછા પાસ થયા હોવાથી અને બીજી તરફ વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિકલ કોર્સની સરખામણીએ બીએસસીમાં ઓછો રસ દાખવ્યો હોવાથી બેઠકો ખાલી રહી છે.

ભાવનગર યુનિ.માં બીએસસીમાં પણ કુલ 3750 પૈકી માત્ર 1129 બેઠકો ભરાઇ છે અને 2621 બેઠકો ખાલી રહી ગઇ છે. તેનુ઼ પણ આ જ કારણ છે. આર્ટસ ફેકલ્ટીમાં યુનિ.માં કંઇક સ્થિતિ સારી છે અને એમકેબી યુનિ.ની આર્ટસ કોલેજોમાં કુલ 10,100 બેઠકો પૈકી 6878 બેઠકો ભરાઇ ગઇ છે. એટલે કે આર્ટસમાં કોમર્સથી સ્થિતિ ઘણી સારી છે. સૌથી સારી સ્થિતિ બીસીએમાં છે જેમાં 1860 પૈકી 1465 બેઠકો ભરાઇ ગઇ હતી. બીએસસી આઇટીમાં પણ 75 પૈકી 67 બેઠકો ભરાઇ ગઇ હતી.

આઇટી ક્ષેત્રે રોજગારીની વિપુલ તકથી ધસારો વધ્યો
કમ્પ્યૂટર, આઇટી ક્ષેત્રમાં સરકારની પ્રોત્સાહક નીતિને લીધે આગામી દિવસોમાં રોજગારીની વિપુલ તકો મળવાની શક્યતાઓ હોય આઇટી સેકટર પ્રત્યે યુવાનોમાં આકર્ષણ વધ્યું તે સ્વાભાવિક છે. આથી ડિગ્રી તથા ડિપ્લોમા ઇજનેરીમાં પણ કમ્પ્યૂટર તથા આઇટીમાં બેઠકો ભરાઇ છે. કોમર્સ ફેકલ્ટી તરફ ઝુકાવ ઘટ્યો છે. જેથી કોમર્સ કોલેજોમાં બેઠકો નોંધપાત્ર સંખ્યામાં ખાલી રહી ગઇ છે. -પ્રિ.હેતલ મહેતા, ઇ.સી.સભ્ય, એમકેબી યુનિ.

અન્ય સમાચારો પણ છે...