નિર્ણય:ડમ્પિંગ પર 1 લાખ ટન કરતા વધુ કચરાના ડુંગરા ત્યાં 24 ગામનો વધુ કચરો ઠલવાશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરતળાવ બાલવાટિકાને રૂ.544 લાખના ખર્ચે ડેવલપ કરવાનો નિર્ણય કરાશે
  • ડમ્પિંગ સાઇટમાં માંડ પ્રોસેસ શરૂ થયું ત્યાં ગ્રામ્યનો કચરો મફતમાં ઠાલવવા નિર્ણય કરાશે

કોર્પોરેશનનું ઘરનું આંગણું છે અને પડોશી ના આંગણે સફાઈ કરવા જેવો નિર્ણય કરવા જઈ રહ્યા છે. નારી ડમ્પિંગ સાઇટ પર પ્રોસેસિંગના અભાવે કચરાના મોટા ડુંગરાઓ ખડકાયા હતા. માંડ માંડ પ્રોસેસ શરૂ થઈ છતાં પણ હજુ એક લાખ ટન કરતાં પણ વધુ કચરો ખડકાયેલો છે. અને રોજનો અઢીસોથી ત્રણસો ટન કચરો વધતો જાય છે. આવી પરિસ્થિતિમાં કોર્પોરેશન આસપાસના 24 ગામનો કચરો વિનામૂલ્યે ડમ્પિંગ કરાશે.કોર્પોરેશનની ડમ્પિંગ સાઇટ પર કચરાના પ્રોસેસિંગ બાબતે વર્ષોથી વિવાદ ચાલ્યો આવતો હતો. આવી પરિસ્થિતિમાં છેલ્લા થોડા સમયથી નારી ડમ્પિંગ સાઇટ પર પ્રોસેસિંગ શરૂ થયું છે.

જોકે તેમાં પણ કોર્પોરેશનને પ્રતિમાસ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. ડમ્પિંગ સાઇટ પર લેગેસી વેસ્ટ અલગ કરવાનો એજન્સીને કોર્પોરેશન દ્વારા પ્રતિ ટનના 250 રૂપિયા ચૂકવવાના થાય છે. તેનો જ 50 થી 60 લાખ રૂપિયા કોર્પોરેશનને માથે પડે છે. ડમ્પિંગ સાઈડ પર હાલમાં પણ એક લાખ ટન કરતાં વધુ કચરો પડ્યો છે. ચોમાસાને કારણે હાલમાં પ્રોસેસિંગ પણ બંધ છે.

આવી પરિસ્થિતિમાં મહાનગરપાલિકાની હદ બહારના પાંચ કિલો મીટર ત્રિજયામાં આવતા 24 ગામોનો કચરો કોર્પોરેશનની ડમ્પિંગ સાઈડ પર ઠાલવવાનો અને ઘન કચરાના ડમ્પિંગ સાઇટ ખાતે પ્રોસેસિંગ તથા સાયન્ટિફિક નિકાલનો ખર્ચ કોર્પોરેશનને ભોગવવાનો થશે. અને 24 ગામના અંદાજિત પ્રતિવર્ષ રૂ.30,48,480 વહીવટી ચાર્જ કોર્પોરેશન વસૂલશે તેવો નિર્ણય આગામી તારીખ 15 ના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં થશે.

પરંતુ ગ્રામ પંચાયત દ્વારા વહીવટી ચાર્જ નહીં ચૂકવે તો અને હાલમાં કોર્પોરેશનને જ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે તેમજ ડમ્પિંગ સાઇટ પર પડેલા કચરાના ઢગલાને કારણે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનશે. મોતીબાગ ટાઉન હોલનું ભાડું નિયત કરવું, બોરતળાવ કૈલાશ વાટીકા ડેવલોપમેન્ટ ફેઈઝ 3માં રૂ.544 લાખના ખર્ચે મનોરંજનના સાધનો સહિત આકર્ષણોનું આયોજન કરવા સહિતના કુલ 29 કાર્યોની ચર્ચા વિચારણા કરી નિર્ણય કરાશે.

લ્યો બોલો, ટીડી ટીપીનું રેકોર્ડ ગાયબ થઈ જાય છે
ખુદ કોર્પોરેશનના ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા ટાઉન ડેવલોપમેન્ટ અને ટાઉન પ્લાનિંગના રેકર્ડ રૂમમાંથી વારંવાર રેકોર્ડ ગાયબ થવાની રજૂઆત કરી કોર્પોરેશનના કર્મચારીઓ પર જ શંકાની સોય તકાઈ છે. જે પ્રશ્ન નિવારવા માટે રેકર્ડ રૂમમાંથી સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. તદુપરાંત કમિશનરના મીટીંગ રૂમમાં પણ અદ્યતન કેમેરા લગાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...