તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષ ટ્રેનોમાં વધુ કોચ:ભાવનગર ડિવિઝનની બે જોડી વિશેષ ટ્રેનોમાં ફેબ્રુઆરીમાં વધુ કોચ જોડાશે

ભાવનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 1 માર્ચ 2021 સુધી વધારાના કોચ જો઼ડાયેલા રખાશે
 • ભાવનગર-બાંદ્રા-ભાવનગર વિશેષ ટ્રેનમાં એક સ્લીપર કોચ જોડાશે
 • વેરાવળ-બાંદ્રા-વેરાવળ વિશેષ ટ્રેનમાં એક સ્લીપર કોચ જોડાશે

ભાવનગર રેલવે ડિવિઝન તરફથી યાત્રિકોની સુવિધા વધારવા માટે ફેબ્રુઆરી મહિનાથી 2 જોડી વિશેષ ટ્રેનોમાં વધારાના કોચ લગાડવાનો નિર્ણય કરાયો છે. યાત્રિકોની સગવડ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા ફેબ્રુઆરી-2021 દરમિયાન ભાવનગર મંડળથી પસાર થતી 2 જોડી સ્પેશિયલ ટ્રેનોમાં અસ્થાયીરૂપે વધારાના કોચ લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન નં. 02972/02971 ભાવનગર - બાંદ્રા -ભાવનગર સ્પેશિયલમાં એક વધારાનો સ્લીપિંગ કોચ લગાડવામાં આવશે. આ વધારાના કોચ ભાવનગરથી 16 ફેબ્રુઆરી, 2021 થી લગાડવામાં આવી રહ્યા છે, જે 28 ફેબ્રુઆરી, 2021 સુધી લગાડવામાં આવશે અને બાન્દ્રા ટર્મિનસથી 17 ફેબ્રુઆરી, 2021 થી લગાડવામાં આવી રહ્યા છે, જે 01 માર્ચ, 2021 સુધી લગાડવામાં આવશે. ટ્રેન નં. 09218/09217 વેરાવળ - બાન્દ્રા - વેરાવળ વિશેષ ટ્રેનમાં પણ એક વધારાનો સ્લીપર કોચ લગાડવામાં આવશે. આ વધારાનો કોચ વેરાવળથી 23 ફેબ્રુઆરી 2021 થી 28 ફેબ્રુઆરીથી 2021 સુધી અને બાન્દ્રા ટર્મિનસથી 24 ફેબ્રુઆરી, 2021 થી 01 માર્ચ 2021 સુધી લગાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો