હતભાગીઓને સહાય:દિલ્હીની આગની ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને મોરારિબાપુએ સહાય મોકલી

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રત્યેક મૃતક વ્યક્તિના પરિવાજનોને રૂપિયા પાંચ હજારની સહાય મોકલવામાં આવી
  • દિલ્હીના એક કોમર્શિયલ કોમ્પલેક્ષમાં આગ લાગતા 27 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા

દિલ્હીના મુંડકા વિસ્તારના એક કોમર્શિયલ કોમ્પલેક્ષમાં બે દિવસ પહેલા ભયાનક આગ લાગી હતી. જેમાં 27 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવી મુશ્કેલ બની છે. ત્યારે આ ઘટનામાં હતભાગીઓેને મોરારિબાપુએ સહાય મોકલી છે. પ્રત્યેક મૃતક વ્યક્તિના પરિવાજનોને રૂપિયા પાંચ હજારની સહાય મોકલવામાં આવી છે. દિલ્હીના મુંડકા વિસ્તારના એક કોમર્શિયલ કોમ્પલેક્ષમાં બે દિવસ પહેલા ભયાનક આગ લાગી હતી. જેમાં 27 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે મોરારિબાપુએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને સંવેદના રૂપે પ્રત્યેક વ્યક્તિના પરિવાજનોને રૂપિયા પાંચ હજારની સહાય મોકલવા જણાવેલ છે. હાલમાં જેટલા લોકોની ઓળખ થઈ શકી છે એમના પરિવારજનોને દિલ્હી સ્થિત રામ કથાના શ્રોતા દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવી રહી છે. જેમ જેમ મૃતકોની ઓળખ થતી જશે તેમ તેમ બાકીની રકમ પણ તેમના પરિવારજનો સુધી પહોંચતી કરવામાં આવશે. આ સહાયની કુલ રકમ એક લાખ પાંત્રીસ હજાર જેટલી થવા જાય છે. બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી તેમના પરિવારજનોને દિલસોજી પાઠવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...