મોરબી જિલ્લાના હળવદ ખાતેની મીઠાની ફેકટરીમાં દિવાલ ધસી પડવાથી 12 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રી હનુમાનજીની સાંતવના રુપે પ્રત્યેકના પરિવારજનોને રૂ.5 હજારની મોરારિબાપુએ સહાય મોકલી છે. જે સુરેન્દ્રનગરના રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે.
મોરારિબાપુ દ્વારા હળવદની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ 5 હજારની સહાય કરવામાં આવી છે. હળવદમાં મીઠાની ફેક્ટરીમાં દિવાલ ધરાશાયી થવાથી 12 શ્રમિકોના મૃત્યુ થયા હતા. ત્યારે આ તમામ શ્રમિકોના પરિવારજનોને મોરારિબાપુ દ્વારા સહાય કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અખાત્રીજના દિવસથી ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે અને તે યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 39 લોકોનાં મૃત્યુ થયાં છે. આ હતભાગી વ્યક્તિઓની વિગતો મેળવવામાં આવી રહી છે. આ યાત્રામાં મૃત્યુ પામેલા લોકોને પણ સંવેદના રુપે પ્રત્યેકના પરિવારને 5 હજારની સહાય પહોંચાડવમાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.