તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધાંજલિ:દિલીપકુમારના નિધન પર મોરારિબાપુએ દુઃખ વ્યકત કર્યું,બાપુએ દિલીપકુમાર સાથેની મુલાકાતના સંસ્મરણો તાજા કર્યા

ભાવનગર25 દિવસ પહેલા
  • હનુમાન જયંતી પર એવોર્ડ આપી દિલીપકુમારને સન્માનિત કરાયા હતા

હિન્દી ચલચિત્રના બેતાજ બાદશાહ દિલીપકુમારનું નિધન થતાં દેશ-વિદેશમાં વસતાં સેંકડો ચાહકોએ આંચકો અનુભવ્યો છે અને વિવિધ જગતના અગ્રણીઓએ સદાબહાર અભિનેતાને શ્રધ્ધાંજલી પાઠવી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ.મોરારીબાપુ એપણ ઊંડુ દુઃખ વ્યક્ત કર્યું છે અને અને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ.મોરારીબાપુએ જણાવ્યું હતું કે અંગત રીતે મારા પરમ સ્નેહી શ્રી દિલીકુમાર સાહેબ શતાયુ થતાં થતાં આપણી વચ્ચેથી વિદાય થયા એ સમાચાર આજે સવારે સાંભળવા મળ્યા, વ્યકિતગત મુલાકાતોમાં પરોક્ષ કે અપરોક્ષ રીતે એમની ઇન્સાનિયત અને એમનાં સદ્દભાથી હું પરીચિત રહયો છું. હું એમને ઘણી વખત એમના નિવાસ સ્થાને મળવાનું થયું હતું, હનુમાન જયંતિ એ એવોર્ડ આપી વંદના કરી હતી, નાદુરસ્ત તબિયતને કારણે પણ તેઓ આવી શક્યા ન હતા પણ અમે ત્યાં જઈને એવોર્ડ અર્પણ કરેલ.

દિલીકુમારના પિક્ચરો મે બાળપણ, વિદ્યાર્થી કાળ અને થોડા શિક્ષક કાળમાં જોયા હતા, શતાયુ તરફ ગતિ કરતા આપણા સમર્થ અને જાજરમાન અભિનેતાને વિદાયને લોકો દીર્ઘકાળ સુધી યાદ કરશે, ચલચિત્ર જગતનાં એક મહાન ચરિત્ર નાયક એ જ્યારે આપડી વચ્ચેથી વિદાય લીધી છે, મારી હૃદયની શ્રધ્ધાંજલી એમનાં નિર્વાણ ને મારાં પ્રણામ સાથે સાથે આદરણીયા સાયરાજીની સેવાને પણ સલામ કરું છું.

અન્ય સમાચારો પણ છે...