સંતે કરી સખ્ત સજાની માગ:કોડિનારમાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાને મોરારિબાપુએ વખોડી, બાળકીને ન્યાય મળે તે માટે અનુરોધ કર્યો

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાજમાં આવી ઘટનાઓને લઈ દુઃખ વ્યક્ત કરી બાપુએ પોતાનો કરુણા ભાવ પ્રગટ કર્યો

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકામાં જંત્રાખડી ગામમાં એક આઠ વર્ષની બાળા પર બનેલી દુષ્કર્મ તેમજ હત્યાની ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આ ઘટનાને લઈ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કથાકાર મોરારિબાપુએ પણ આ ઘટનાને વખોડી કાઢી હતી અને બાળકની ન્યાય મળે તે માટે અનુરોધ કર્યો હતો.

મોરારિબાપુએ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું
ત્રિપાંખ સાધુ સમાજની લાગણીને પ્રગટ કરતાં આજે મોરારિબાપુએ બદ્રીનાથની "માનસ વ્યાસગુફા" કથાના છઠ્ઠા દિવસે જણાવ્યું કે, હું ઘણાં બધાં સમયથી લગભગ 12 તારીખથી યાત્રામાં છું. હાલ બદ્રીનાથ ખાતે કથામાં છું. તેથી મને હમણાં જ જાણ થઈ કે દશનામ સાધુ સમાજની દિકરી સાથે આ પ્રકારની ઘટના ઘટી. આવી નિર્મમ ઘટનાને કોઈ અસુરોએ અંજામ આપ્યો છે તેથી આ જાણીને ખૂબ દુઃખ થયું છે. હું તેથી વ્યથિત થયો છું. દશનામ ગોસ્વામી સાધુ સમાજના અગ્રણીઓ સાથે મેં મારી પીડા વ્યક્ત કરી છે.

બાળકીને ન્યાય મળવો જોઈએ
મોરારીબાપુએ જણાવ્યું છે કે, આવા બનાવોમાં આરોપીને સખ્ત સજા થાય, દિકરીને જે તે સંબંધિત સંસ્થાઓ દ્વારા ન્યાય મળવો જોઈએ. બાપુએ ઉમેર્યું કે, જો મૌસમ વગેરેની અનુકૂળતા રહેશે તો મારી ઈચ્છા છે કે કથા સમાપનના દિવસે તા.26-6 ને રવિવારે હું અહિંથી સીધો આ જંત્રાખડી ગામમાં આ દિકરીની સમાધિના દર્શને જઈશ. મોરારિબાપુએ ત્રિંપાખ સાધુ સમાજને સત્યમ શિવમ સુંદરમ્ કહ્યો છે. મોરારિબાપુએ ભોગ બનનાર દશનામ સાધુ સમાજના તે બાપુ સાથે ટેલીફોનીક વાત કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. સમાજમાં આવી ઘટનાઓ માટે દુઃખ વ્યક્ત કરી બાપુએ પોતાનો કરુણા ભાવ પ્રગટ કર્યો હતો.ૉ

અન્ય સમાચારો પણ છે...