તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાનુભૂતિ રાશી:તારાપુર ચોકડી નજીકના અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારને મોરારિબાપુ તરફથી રૂ.45 હજારની સહાયની જાહેરાત કરાઇ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરારિબાપુ દ્વારા સાંત્વના રૂપે સહાનુભૂતિ રાશી મોકલવામાં આવેલી છે

ભાવનગર શહેરના આદમજીનગર નારી ચોકડી પાસે અને વરતેજ તથા સીદસર ખાતે રહેતો પરિવાર મહારાષ્ટ્રના માલેગાવથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ઈકો કારમાં ભાવનગર પરત ફરી રહ્યાં હતા. જેમાં વહેલી સવારે તારાપુર નજીક ઈન્દ્રણજ પાસે મોરબીથી ટાઈલ્સ ભરી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી ટ્રકે મારૂતિ ઈકો કાર સાથે અથડાવતા ગખ્વાર અકસ્માતમાં બે બાળા સહિત નવ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજતાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. જેમાં માર્યા ગયેલા તમામ હતભાગી લોકોના પરિવારજનોને મોરારિબાપુ દ્વારા સાંત્વના રૂપે રૂપિયા 5 હજારની સહાનુભૂતિ રાશી મોકલવામાં આવેલી છે. જેની કુલ રકમ રૂ.45 હાજર થાય છે.

રામકથાના શ્રોતા દ્વારા આ રાશી પહોંચતી કરવામાં આવશે.

મૃતકોમાં મુસ્તુફા ડેરૈયા, રાહીમભાઈ, સિરાજ અજમેરી, મુમતાઝ અજમેરી, રઈસ અજમેરી, અનિષા અલ્તાફ અજમેરી, મુસ્કાન અલ્તાફ અજમેરી, અલ્તાફ અજમેરી તથા ઈકો કાર ચાલક રાઘવ ઉર્ફે ઉકાભાઈ ગોહેલ સિદસર નો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર ખાતે કૌટુંબિક પ્રસંગ પૂરો કરી પરત ફરી રહેલા ઘાંચી પરિવારને આ ભયંકર અકસ્માત નડ્યો હતો.

મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારિબાપુએ પ્રાર્થના કરી

જેમાં માર્યા ગયેલા તમામ હતભાગી લોકોના પરિવારજનોને મોરારિબાપુ દ્વારા શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે રૂપિયા 5 હજારની સહાનુભૂતિ રાશી મોકલવામાં આવેલી છે. જેની કુલ રકમ રૂ. 45 હાજર થાય છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારિબાપુએ પ્રાર્થના કરી છે. ભાવનગરના રામકથાના શ્રોતા દ્વારા આ રાશી પહોંચતી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...