તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રતિક્રિયા:હું માફી માગનારો અને આપનારો છું, મારા તરફથી હવે આ બધું પૂરૂ થાય છે, કોઇએ ઉશ્કેરાવું નહીંઃ મોરારિબાપુ

ભાવનગરએક વર્ષ પહેલા
તલગાજરડામાં મોરારિબાપુએ મીડિયા સાથે વાતચીત કરી
  • દ્વારકામાં ગઇકાલે મોરારિબાપુ પર પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ થયો હતો
  • હુમલાના પ્રયાસથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના અનેક લોકોની લાગણી દુભાઇ છે

દ્વારકામાં ગુરૂવારે કથાકાર મોરારિબાપુ પર પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇને સૌરાષ્ટ્રના અનેક લોકોની લાગણી દુભાઇ છે. ત્યારે ગઈકાલની ઘટના પર મોરારિબાપુએ કહ્યું છે કે, મારા તરફથી વાત પૂરી થાય છે. આ ઘટના બાબતે તલગાજરડા ખાતે મોરારિબાપુએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે દ્વારકાધીશ મારા ઈષ્ટદેવ છે, હું ગયો હતો અને મારા તરફથી વાત પૂરી થાય છે. અમુક લોકો આવેદનપત્ર આપવા માંગે છે તે બાબતે મોરારિબાપુએ જણાવ્યું હતું કે, કોઈએ ઉશ્કેરાવું નહીં, મારો સ્વભાવ છે હું માફી માંગનારો અને માફી આપનારો છું, મારા તરફથી આ બધું પુરૂ થયું છે.

શું છે સમગ્ર મામલો
ઘણા સમય પહેલા એક કથામાં મોરારિબાપુએ ભગવાન કૃષ્ણ અને તેમના મોટાભાઇ બલરામ વિશે અયોગ્ય ટીપ્પણી કરી હતી. જેને લઇને આહીર સમાજ અને કાન્હા વિચાર મંચ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આહીર સમાજની માગણી હતી કે બાપુ એકવાર દ્વારકાધીશના ચરણોમાં માફી માગી જાય. આથી મોરારિબાપુ ગઇકાલે ગુરૂવારે દ્વારાકાધીશમા ચરણોમાં શિશ ઝુકાવી માફી માગી હતી. બાદમાં મંદિર પરિસરમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા ત્યારે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ સમયે જામનગરના સાંસદ પૂનમ માડમે તેમને રોકી બાપુને બચાવ્યા હતા. જેને લઇને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં અનેક લોકોએ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે અને રોષ વ્યક્ત કર્યો છે. 

(ભરત વ્યાસ, ભાવનગર)

અન્ય સમાચારો પણ છે...