વિશેષ:તણાવનાં લીધે પિરિયડ સાયકલમાં ફેરફારનાં માસિક 9 દર્દી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના બાદ દોઢ ગણો વધારો : આખો દિવસ ઘરમાં રહેતી મહિલાઓ ખોરાકમાં 25%નો ઘટાડો કરે
  • ​​​​​​​વજનમાં વધારો સાયકલ ડિસ્ટર્બ કરી શકે

ભાવનગર સહિત દેશભરમાં લોકો કોરોનાની મહામારી થી જજુમી રહ્યા છે. આવી પરિસ્થતિ માં મહિલાઓ મોટાભાગે ઘરમાં છે અને ખૂબ ઓછા લોકોને મળી રહી છે. ઘણી મહિલાઓ પોતાની નોકરી પણ ગુમાવી ચૂકી છે. આવા ઘણા કારણો નાં લીધે મહિલાઓમાં સ્ટ્રેસ નાં લીધે થતી હોર્મોનલ તકલીફો નું પ્રમાણ વધ્યું છે. આ તકલીફ માં સૌથી વધુ માસિક સાયકલ માં ફેરફાર થવાની છે.

શહેરનાં સ્ત્રીરોગ નિષ્ણાતો નાં જણાવ્યા અનુસાર કોરોના થયો ત્યારથી આવા સ્ત્રી દર્દીઓમાં દોઢ ગણો વધારો થયો છે. પહેલા અંદાજે એક ડોકટર પાસે 5 થી 6 મહિલાઓ એક મહિનામાં આ તકલીફ માટે જતી હતી. જેની સંખ્યા હવે 9ની આસપાસ પહોંચી છે.કોઈપણ પ્રકારનો તણાવ પીચ્યુટરી ગ્રંથિ નાં સ્ત્રાવ ને અસર કરે છે આ ગ્રંથિ શરીર નું સાયકો ઈમોશનલ સેન્ટર પણ છે. તેના લીધે એલ.એચ.નાં સ્ત્રાવનાં લીધે થતો ફેરફાર મહિલાઓની પીરીયડ ઓવ્યુલેશન સાયકલને ઘણી જ અસર કરે છે.

આ સ્ત્રાવ ક્યા સમયે થાય છે અને કેટલી માત્રામાં થાય છે તે પણ ખૂબ જ અગત્યનું છે. અને જેથી પીરીયડ સાયકલ જે અંદાજે 28 થી 30 દિવસની હોય છે તે 35 થી 45 દિવસની થઈ જાય છે. કેટલાક દર્દીઓમાં આ સાયકલ વહેલી આવતી પણ જોવા મળે છે.જ્યારે અમુક મહિલાઓ અત્યારે ઘરમાં બેઠી બેઠી કોઈપણ કસરત વિના ખોરાક આરોગે છે તેમને પીરીયડ સાયકલ ડિસ્ટર્બ થવાનું સૌથી વધુ જોખમ છે. મહિલાઓનાં વજનમાં થતો વધારો પીરીયડ સાયકલ માં ખૂબ ખરાબ અસર કરે છે.

ખૂબ તેલવાળુ, તીખુ કે કાર્બોહાઈડ્રેટ વાળુ ન ખાવું
મોટાભાગ ની મહિલાઓ જોબ છુટી ગઈ હોય, ઘરમાં કોરોનામાં કોઈના મૃત્યુ થાય હોય , લોકોને મળી ન શકતા હોય જેવા અનેક કારણોસર તણાવ અનુભવતી હોય છે. જે મહિલાઓ સતત ઘરમાં છે અને ખૂબ તેલ વાળું, તીખું કે કાર્બોહાયડ્રેટ વાળો ખોરાક ન લેવો જોઈએ. વજન ન વધે તેનું ધ્યાન રાખવું જોઈએ અને કસરત તથા પ્રાણાયામ કરવા જોઈએ. જો વધારે પ્રમાણ માં ઘરે જ રહેવાનું થતું હોય તો ખોરાક માં 25 ટકાનો ઘટાડો કરવો જોઈએ. > ડો. ડિમ્પલ મહેતા, સ્ત્રીરોગ નિષ્ણાંત

અન્ય સમાચારો પણ છે...