આપઘાત:મમ્મી પપ્પા સોરી લખી MJ કોલેજના છાત્રનો આપઘાત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તલગાજરડા સ્થિત પૈતૃક ઘરે વાંચવા માટે આવ્યો હતો: ગત રાત્રે ગળા ફાંસો ખાધો

મહુવાના ગોકુળનગર સામેના વિસ્તારમાં રહેતા અને ભાવનગરની એમ.જે. કોલેજમાં એમ.કોમ.નો અભ્યાસ કરતા હાર્દિકભાઇ ભરતભાઈ ગોહિલ તળગાજરડા સ્થિત તેમના પૈતૃક ઘરે થોડા દિવસો વાંચવા માટે આવ્યો હતો.

અહીં તેણે ગત રાત્રીના 10.10 વાગ્યાના સમયગાળા દરમિયાન દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જે બાદ તેને મહુવા સારવારઅર્થે લાવતા રાત્રીના 1.30 કલાકે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મળતી વિગતો પ્રમાણે યુવકે કાગળમાં મમ્મી પપ્પા સોરી એટલું લખી આપઘાત કરી લીધો હતો. આ અંગે મહુવા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...