રાહત:શેત્રુંજીની કેનાલમાં પાણી છોડાય તો મોલાતને ફાયદો

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં શેત્રુંજી ડેમમાં પાણીનો પુરતો જથ્થો છે
  • કાળઝાળ ગરમીમાં શેત્રુંજી કેનાલના ડાબા અને જમણા કાંઠા વિસ્તારમાં પાણીની જરૂર

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખેડૂતોની ઉભી મોલાતોને પાણીની ખાસ જરૂર હોય અને શેત્રુંજી ડેમમાં પણ પુરતો પાણીનો જથ્થો હોય આગામી દિવસોમાં કેનાલમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને રાહત મળી શકે તેમ છે આ અંગે તાકીદે પગલા ભરવા તળાજાના ધારાસભ્યએ રજુઆત કરી છે.

પાલિતાણા શેત્રુંજી ડેમમાં હાલમાં 22 ફુટ 10 ઇંચ પાણી ઉપલબ્ધ છે.હાલ ઉનાળાનો સમય છે અને શેત્રુંજી કેનાલના ડાબા અને જમણા કાંઠાના કમાન્ડ એરિયાના ખેડૂતોની ઉભી મોલાતોને પાણીની ખાસ જરૂરીયાત છે જેથી આગામી તા.10 મે આસપાસના સમયમાં શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવામાં આવે તો ડાબા અને જમણા કાંઠાના કમાન્ડ એરિયાના ખેડૂતોને રાહત મળી શકે તેમ છે અને ફાયદો પણ થઇ શકે. ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ ભાવનગર સિંચાઇ યોજના વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરને તાકીદે કાર્યવાહી કરી શેત્રુંજી કેનાલમાં પાણી છોડવા રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...