નિર્ણય:ધો.10 અને 12 સાયન્સની પરીક્ષાના વિષય મુજબ પરિરૂપ જાહેર કરાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેપરના ગુણભાર એક વર્ષ માટે અમલમાં રહેશે
  • ​​​​​​ગુજરાત માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના વિષયોના ગુણભાર પણ જાહેર કરાયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહની આગામી માર્ચ-2022માં લેવાનારી પરીક્ષાના ધો.10ના 11 અને ધો.12 સાયન્સના 4 વિષયની પરીક્ષાના પરિરૂપ અને પ્રકરણ દીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવી તે જાહેર કરવામાં આવી છે. આ પ્રશ્નપત્ર પરિરૂપઅને ગુણભારની વિગતો માત્ર શૈક્ષણિક વર્ષ 2021--22 માટે જ અમલમાં રહેશે.વિગતો બોર્ડની વેબસાઇટ www.gseb.org મુકવામાં આવી છે.

ધો.10 માટે બોર્ડ દ્વારા ગણિત(બેઝિક) , ગણિત(સ્ટાન્ડર્ડ), વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી (પ્રથમ ભાષા), ગુજરાતી (દ્વિતીય ભાષા), અંગ્રેજી(પ્રથમ ભાષા), અંગ્રેજી(દ્વિતીય ભાષા, હિન્દી(પ્રથમ ભાષા), હિન્દી(દ્વિતીય ભાષા) તથા સંસ્કૃત વિષયના પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો જાહેર કરાઇ છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયના પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો જાહેર કરાઇ છે.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ મારફત બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓને મોકલવામાં આવી છે બાકીના વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે તેમ ભાવનગરના ડીઇઓ એન.જી.વ્યાસે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...