તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:રાણપુરની ભાદર નદીમાં ચાલી રહેલા નર્મદા કેનાલના રીપેરીંગ કામની ધારાસભ્ય રાજેશ ગોહિલે સ્થળ મુલાકાત લીધી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યો 31 ઓગસ્ટ સુધીમાં ખેડુતોને ખેતી માટે કેનાલમાં પાણી છોડવામાં આવશે તેવી ખાત્રી આપી છે

બોટાદ બ્રાન્ચ નર્મદા કેનાલનું રાણપુરની ભાદર નદીમાં કેનાલને નુકશાન થતા કેટલાય દિવસોથી ગોકળ ગતિએ રીપેરીંગ કામ ચાલી રહ્યુ છે. હાલ ખેડુતોનો ઉભો પાક કેનાલનું પાણી ન મળવાને કારણે જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે. વરસાદ નહી થતા ખરીફ પાક સુકાઈ જવાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે છેલ્લા કેટલાય દિવસથી રાણપુરની ભાદર નદીમાં નર્મદાની કેનાલ તુટેલી હાલતમાં છે અને તેનું રીપેરીંગ કામ ગોકળ ગતિએ ચાલી રહ્યુ છે. જેને લઈને ખેડુતોની વ્યાપક ફરીયાદ આવતા ધંધુકા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ આજરોજ રાણપુરની ભાદર નદીમાં તુટેલી કેનાલનું રીપેરીંગ કામ ચાલુ છે ત્યા સ્થળ મુલાકાત લીધી હતી. જ્યા ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે રીપેરીંગ કામનું નિરીક્ષણ કરી ઝડપથી કામ પુર્ણ કરી ખેડુતોને ખેતી માટે કેનાલમાં વહેલીતકે પાણી આપવા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે અધિકારીઓ સાથે વાત કરી 31 તારીખે ખેડુતોને ખેતી માટે કેનાલમાં પાણી આપવામાં આવશે. તેવુ જણાવ્યુ હતુ. ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની રાણપુર ભાદર નદીમાં કેનાલ રીપેરીંગ સ્થળ મુલાકાત સમયે રાણપુર તાલુકાના હડમતાળા, મોટીવાવડી, ખસ, બગડ, નાનીવાવડી અને રાણપુરના ખેડુતો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...