• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • MLA Jitu Vaghani Distributed Kites And Biscuits To 20 Thousand Children Of 53 Schools Run By Nagar Primary Education Committee Of Bhavnagar.

સેવાકિય કાર્ય:ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 53 શાળાના 20 હજાર બાળકોને ધારાસભ્ય જીતુ વાઘાણીએ પતંગ અને બિસ્કીટનું વિતરણ કર્યું

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મકરસંક્રાંતિની ઉજવણીના ભાગરૂપે સતત 11 માં વર્ષે પૂર્વ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા આ વખતે પણ દીકરા-દીકરીઓને મકરસંક્રાંતિનું પર્વ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તેવા ઉમદા હેતુથી ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આજથી પતંગ વિતરણનો આરંભ કર્યો હતો.

53 જેટલી સરકારી શાળાના બાળકોને પતંગનું વિતરણ
ભાવનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 53 શાળાઓ પૈકી ભાવનગર પશ્ચિમની 27 શાળાઓ પૈકી આજરોજ સાત શાળાઓના બાળકોને પાંચ પતંગ તથા એક બિસ્કીટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, પશ્ચિમ મત વિસ્તારની આજથી પતંગ વિતરણનો આરંભ કર્યો હતો. સાત શાળાઓમાં સવારથી સાંજ સુધી વિતરણ કરવામાં આવશે. જેમાં અક્ષરપાર્ક કુંભારવાડા, હાદાનગર, બાલવાટિક પાસે બોરતળાવ, શાસ્ત્રીનગર, વિઠ્ઠલવાડી તથા બપોર બાદ પાનવાડી એસ.ટી સ્ટેન્ડ તથા વિજય ટોકીઝની સરકારી શાળાઓમાં પતંગ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

તા.10 અને 11 જાન્યુઆરીના રોજ જુદી જુદી શાળાઓમાં વિતરણ
આવતીકાલે તા.10ના રોજ પશ્ચિમ વિસ્તારની બીજી શાળાઓમાં વિતરણ કરવામાં આવશે, જેમાં કુંભારવાડા સર્કલ, બાનુબેનની વાડી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મહાદેવનગર, મસ્તરામબાપા મંદિર તથા મિલેટરી સોસાયટી તથા 11 જાન્યુઆરીના રોજ ઇન્દિરાનગર, નારી કુમાર શાળા, વરતેજ કન્યા શાળા તથા ભાખલપરા કળિયાબીડ સહિતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ત્રણ દિવસ દરમ્યાન જીતુ વાઘાણી દ્વારા પતંગ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવશે.

આગેવાનો-મહાનુભાવો ઉપસ્થિત રહેશે
ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા ત્રણ દિવસ દરમિયાન ભાવનગર શહેરની પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાના બાળકો દીઠ પાંચ પતંગ અને એક બિસ્કિટનું પેકેટ મળી કુલ 1,00,000 પતંગ અને 20,000 જેટલા બિસ્કિટના પેકેટોનું વિતરણ ભાવનગરના સાંસદ, શહેર સંગઠનના પદાધિકારીઓ, નગરસેવકો, વોર્ડ સંગઠનના પદાધિકારીઓ, સરકારના અધિકારીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, ડેપ્યુટી ચેરમેન તથા સદસ્યઓ, શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ, હીરાઉદ્યોગના અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રોના સામાજિક અગ્રણીઓ, સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ, ઉદ્યોગપતિની ઉપસ્થિતમાં ત્રણ દિવસ દરમિયાન વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...