મંજૂરી:સરકારી હોસ્પિ.માં ઓક્સિજન પ્લાન્ટ, ICU એમ્બ્યુલન્સ માટે ધારાસભ્ય દવેની ગ્રાન્ટ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટના તમામ પૈસા 1.5 કરોડ ફાળવ્યા
  • કારોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા તમામ 100% ગ્રાન્ટ આરોગ્ય કોરોના માટે ફાળવતા મંત્રી વિભાવરીબેન દવે

ભાવનગર સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેરે ભારે મહામારી સર્જી હતી અને ઓક્સિજનની અછત સર્જાઇ હતી. ત્યારે કોરોનાની સંભવીત ત્રીજી લહેરને પહોંચી વળવા ધારાસભ્ય વિભાવરીબેન દવે પોતાને ધારાસભ્ય તરીકે મળતી 1.5 કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ કોરોના માટે ફાળવી છે. જેમાંથી સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ અને icu એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાશે.

ભાવનગરના કોરોના સમયે બીજી લહેરમાં ઓક્સિજનની જરીરીયાત મોટા પ્રમાણમાં રહી હતી. અને ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં અને બીજા રાજ્યોમાં પણ ડિમાન્ડ રહી હતી.આવતા દિવસોમા જો કોરોનાની ફરી આવી લહેર આવે તો ભવિષ્યમાં ઓક્સિજનની જરૂરીયાતને ધ્યાને લઇ હવે 100% એટલે સંપૂર્ણ ગ્રાન્ટ કોવિડ સારવાર માટે જ ઉપયોગ કરશે.

આથી વિભાવરીબેન દવેએ ધારાસભ્ય તરીકેની 1.5 કરોડ ગ્રાન્ટનો સંપૂર્ણ ઉપયોગ કોરોનાના સાધનો માટે જ કરવાનો નિર્ણય કર્યો છે. વિભાવરીબેન દવેએ પોતાની ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટ એક કામ સંપૂર્ણ ગ્રાન્ટ આ કોન્સેપ્ટથી દર વર્ષે ગ્રાન્ટ ફાળવે છે. જેમાં ચાલુ વર્ષે આંગણવાડી બનાવવા 50% ગ્રાન્ટ ફાળવવાનું નક્કી કરેલું. પણ આ માટે વિભાવરીબેન દવેએ પરિસ્થિતિમાં આવેલ પરિવર્તન પછી કામની અગત્યતા ધ્યાને લઇ કોરોના મહામારીમાં મદદરૂપ થવા ગ્રાન્ટ ફાળવી છે. જેમાં MLA ની કુલ વર્ષે મળતી રૂ.1.5 કરોડ માંથી રૂ.1 કરોડ રકમ સરકારી હોસ્પિટલમાં સર ટી. કે લેપ્રસિ હોસ્પિટલ માટે ઓક્સિજન પ્લાન્ટ PSA નાખવા માટે અને રૂ.50 લાખ ગંભીર દર્દીઓ માટે ICU એમ્બ્યુલન્સ માટે ફાળવી આપેલ છે.

આમ ભવિષ્યમાં ઓક્સિજન ઉતપન્ન કરતો પ્લાન્ટ PSA જ સર.ટી કે લેપ્રસિમાં કાર્યરત થશે. જે ભાવનગરના લોકોને હવામાંથી ઓક્સિજન લોકોને આપી શકાય તેવો કરી આપશે આશરે 2.5 થી 3 ટન નો પ્લાન્ટ લગાવાશે. જેમાં આશરે 3000 લીટર ઓક્સિજન લોકોને મળશે. ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટના તમામ પૈસા એક્જ કાર્ય માટે ફાળવી દેવાના વિભાવરીબેનના નિર્ણયની સરાહના કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...