તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાધારણ સભા:એમ.કે.બી યુનિવર્સિટીના કર્મચારીઓ લડાયક મૂડમાં

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમકેબી યુનિ.ના કર્મચારી પરિવાર દ્વારા સાધારણ સભા યોજી નિર્ણય કરાશે

મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સીટી કર્મચારી પરિવાર દ્વારા ન્યાયિક માંગણી સરકારના જી.આર., ઈ.સી.ના ઠરાવો તેમજ પરિપત્રો પ્રમાણે કરાયા હતા તેમ છતાં તેનો ઉકેલ આજદિન સુધી યુનિ. કક્ષાએથી આવેલ નથી. તે સંદર્ભે યુનિવર્સીટી કર્મચારી પરિવાર દ્વારા કર્મચારીઓના ઉચ્ચત્તર પગાર, કર્મચારીઓના પ્રમોશન, સેલ્ફ ફાઇનાન્સ ભથ્થું, સિનિયોરિટી લિસ્ટ, પેન્શન કેસની ત્વરિત મંજૂરી તથા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ જેવા ન્યાયિક પ્રશ્નો નિવારવા કુલસચિવ સમક્ષ રજૂઆત કરવામાં આવેલ છે. હવે પ્રશ્નોના ઉકેલની આપેલી મુદ્દત પૂર્ણ થઇ હોય સાધારણ સભા બોલાવી નિયમ મુજબ કાર્યવાહી કરાશે.

યુનિ.માં લાંબા સમયથી કર્મચારીઓના ઉચ્ચત્તર પગારનો પ્રશ્ન વણઉકેલ છે, નિવૃતના પેન્શન આરક્ષિત થયા નથી, સમયાંતરે આપવામાં આવતા પ્રમોશનમાં પણ લાંબો સમય વ્યતિત થાય છે, આથી આર્થિક નુકશાન થાય છે, કર્મચારીઓને અપાતું સેલ્ફ ફાયનાન્સ ભથ્થું 6 વર્ષથી સમીક્ષા વગર જૂની પદ્ધતિ મુજબ ચૂકવાય છે. દરેક કર્મચારીઓને સમયસર પ્રમોશન મળે તે જરૂરી છે, કર્મચારી નિવૃત થયા બાદ પેન્શન મંજૂર થઇને આવેલા નથી. જેથી આજીવિકાનો પ્રશ્ન ઉભો થયો છે. યુનિ.માં અગાઉ કર્મચારીઓને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અપાતું પણ તે બંધ કરાયું છે. શૈક્ષણિક કર્મચારીઓને આ એલાઉન્સ ચૂકવાયા છે પણ વહીવટી કર્મચાીરોઅને ચૂકવાતું નથી. આવા પ્રશ્નો અંગેની કર્મચારી પરિવાર કારોબારી સમિતિની બેઠકમાં લેવાયલ નિર્ણય અનુસાર તા. 16 જૂન સુધીમાં પ્રશ્નોનો ઉકેલ લાવવા જણાવાયેલું પરંતુ આજદિન સુધી યુનિ. દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ન હોય કર્મચારી પરિવાર દ્વારા સાધારણ સભાનું આયોજન થનાર છે જેમાં સામુહિક જે નિર્ણય થાય તે પ્રમાણે કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...