નવીન તક:એમકેબી યુનિ. સાથે પોલેન્ડની WSG યુનિવર્સિટીના સંશોધન-શૈક્ષણિક કરાર

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.માં 123થી વધારે જગ્યાઓ ભરવા માટે કવાયત
  • વૈશ્વિક વાતાવરણ બનશે અને વિદ્યાર્થીઓ માટે અનેક નવીન તકોનું સર્જન થશે

પોલેન્ડની WSG યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ હાલમાં ગુજરાતના પ્રવાસે હોય ભાવનગરની મુલાકાતે આવેલા હોય મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ અને સર્વોચ્ચ સત્તા મંડળના સભ્યો સાથે હાઈ લેવલની યોજાયેલ મિટિંગમાં પોલેન્ડની આ યુનિવર્સિટીએ શૈક્ષણિક પ્રવૃત્તિના આદાન પ્રદાન તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનાર માટે કોઈ પણ વધારાના આર્થિક બોજ વિના સાથે કામ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી અંગે સહમતી દર્શાવી હતી અને આ બાબતે આગામી સમયમાં તે માટેના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સાથે કરાર કરવા માટે પણ તૈયારી દર્શાવી છે.

સાથે સાથે પોલેન્ડની અન્ય યુનિવર્સિટીના પ્રતિનિધિઓએ પણ સંશોધન ક્ષેત્રે એમ. કે. બી. યુનિવર્સિટી સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી તે માટે સૈદ્ધાંતિક સંમતિ આપેલ હોય એમ. કે.બી. યુનિવર્સિટીમાં પણ એક વૈશ્વિક શિક્ષણ અને સંશોધનનું વાતાવરણ બનશે અને વિદ્યાર્થીઓ માટે અનેક નવીન તકોનું સર્જન થશે. સમગ્ર કામ માટે પોલેન્ડના પ્રતિનિધિ ડો. ઝિસ્લોવ પોલેવસ્કી તથા ઇસી સભ્ય ડો. હેતલ મેહતા, ડો ગિરીશ પટેલ, ડો. ઇન્દ્ર ગઢવી, ડો. સુરેશ સવાણીએ આ મહેમાનો સાથે ગહન ચર્ચા વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવાયો હતો.

છેલ્લા ત્રણ વર્ષથી અટકી પડેલી એમ.કે.બી. યુનિવર્સિટી અને સંચાલિત કોલેજોમાં ખાલી પડેલી અને સરકારની મંજૂરી મળી ગયેલી 123થી વધારે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે કવાયત હાથ ધરી છે. આગામી સમયમાં યુનિવર્સિટીના શૈક્ષણિક જગતમાં ખૂબ મોટું કામ થવા જઈ રહ્યું છે. કેબિનેટ મંત્રી જીતુભાઈની દરમ્યાનગિરીથી એમ.કે.બી. યુનિ.ની રૂસાની છેલ્લા દોઢ વર્ષથી અટકેલી ગ્રાન્ટ પણ યુનિવર્સિટીને મળી જતા યુનિવર્સિટીની માળખાકીય સુવિધાઓમાં પણ વધારો થશે અને વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...