બેઠક:MKB યુનિ.નો યુવક મહોત્સવ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્પોર્ટસની પ્રવૃતિઓ માટે 82.64 લાખનું બજેટ બહાલ
  • બોર્ડ ઓફ કલ્ચરની બેઠકમાં નિર્ણય કરાયો : બોર્ડ ઓફ સ્પોર્ટસ-બોર્ડ ઓફ કલ્ચરની બેઠક યોજાઇ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. ખાતે બોર્ડ ઓફ સ્પોર્ટસની બેઠક મળી હતી જેમાં ગત બેઠકની મિનિટસ મંજૂર કરાયા બાદ બોર્ડ સ્પોર્ટસનું 82,64,000નું બજેટ બહાલ રાખવામાં આવ્યું હતુ. શારીરિક શિક્ષણ નિયામક દિલીપસિંહ ગોહિલના સ્વાગત બાદ આંતર યુનિ. સ્પર્ધાઓમાં મહત્તમ ટીમો ભાગ લઇ શકે તેવું આયોજન ઘડાયું તેમજ તેને પ્રોત્સાહન આપવાનો નિર્ણય થયો હતો. સાહિસક પ્રવૃતિઓ માટે રૂ.13 લાખનું બજેટ મંજૂર કરાયું હતુ. બોર્ડ ઓફ સ્પોર્ટસમાં એલીજીબીલીટી અનુકૂળતા પ્રમાણે ઓલાઇન થશે તે બાબત મંજૂર રાખવામાં આવી હતી.

અંતમાં સૌ સભ્યોએ કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાને ફૂટબોલ ગ્રાઉન્ડના લોકાપર્ણ પૂર્વે અભિનંદન પાઠવ્યા હતા. આગામી જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં યુનિ.ની આગવી ઓળખ સમાન યુવક મહોત્સવ યોજાશે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. ખાતે આજે બોર્ડ ઓફ કલ્ચરની બેઠક મળી હતી. જેમાં ગત બેઠકની મિનિટસને બહાર રાખી કલ્ચરલ પ્રવૃતિઓ માટે રૂ.51,10,000નું બજેટ બહાલ રખાયું હતુ. સાંસ્કૃતિક પ્રવૃતિઓની એલીજીબીલીટી ઓનલાઇન થશે તે બાબત મંજૂર કરાઇ હતી. જાન્યુઆરીના પ્રથમ માસમાં યુવક મહોત્સવ યોજાશે તેમ જણાવાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...